Home /News /kutchh-saurastra /જૂનાગઢઃ વરસાદી મોસમ વચ્ચે વાદળોથી ઘેરાયેલો ગીરનાર પર્વત, અદભૂત દ્રશ્યો કેમેરામાં કેદ, video viral
જૂનાગઢઃ વરસાદી મોસમ વચ્ચે વાદળોથી ઘેરાયેલો ગીરનાર પર્વત, અદભૂત દ્રશ્યો કેમેરામાં કેદ, video viral
વાયરલ વીડિયો પરથી તસવીર
junagadh news: વીડિયોમાં ગીરનારનો તળેટી વિસ્તાર દેખાય છે. અને ઉપર ઊંચે આકાશમાં ઘેરાયેલા વાદળો પસાર થઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે વાદળોથી ગીરનાર પર્વત ઘેરાયો હોય. વાદળોની પાછળ ગીરનાર પર્વત સંતાઈ ગયો હોય.
અતુલ વ્યાસ, જૂનાગઢઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં (Gujarat) ધીમે ધીમે વરસાદી મોસમ (Rainy season) જામી રહી છે ત્યારે પ્રવાસન સ્થળોએ (Tourist place) કુદરતી સૌદર્યનો (Natural beauty) લ્હાવો લેવા માટે લોકો ઉમટી પડ્યા છે. ખાસ કરીને પર્વતીય સ્થળો ઉપર ટોકોના ટોળા ઉમટ્યાં છે. વરસાદી મોસમ વચ્ચે જૂનાગઢમાં (Junagadh) આવેલા ગીરનાર (Girnar) પર્વત પણ કુદરતની સૌદર્યના ખજાનાથી ભરપુર બની ગયો છે.
ત્યારે ગીર પર્વતનો એક વીડિયો સોશિયલ મીડિયા (video viral social media) ઉપર વાયરલ થયો છે. જેમાં વરસાદી મોસમમાં ગીરનાર પર્વત વાદળો વચ્ચે ઘેરાયેલો જોવા મળશે. આ અદભૂત આહલાદક દ્રશ્ય કોઈ પ્રવાસીએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું હતું અને સોશિલય મીડિયા ઉપર મૂકતા આ વીડિયો વાયરલ થયો હતો.
વીડિયોમાં ગીરનારનો તળેટી વિસ્તાર દેખાય છે. અને ઉપર ઊંચે આકાશમાં ઘેરાયેલા વાદળો પસાર થઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે વાદળોથી ગીરનાર પર્વત ઘેરાયો હોય. વાદળોની પાછળ ગીરનાર પર્વત સંતાઈ ગયો હોય.
ગેરાયેલા વાદળો આગળ વધતા જાય છે અને ક્યાંક ગીરનારની ઝલક પણ દેખાય છે. સાથે સાથે ગીરનાર પર્વત ઉપર જવા માટે રોપવે સેવા પણ ચાલતી દેખાય છે. માનવામાં આવી રહ્યું છે કે રોપવેમાં બેસેલા પ્રવાસીઓને વાદળાઓ વચ્ચેથી પસાર થવાનો આહલાદક અનુભવ થઈ રહ્યો છે.
રોપવેની ડોલીમાં બેસેલા પ્રવાસીઓ પણ આ કૃદરતી સૌંદર્યનો લ્હાવો મેળવી રહ્યા છે. ઉડન ખટોલાની સામેથી લેવાયેલા આ વીડિયોમાં ગીરનાર પર્વતના ફરતે લપેટાયેલા વાદળોનું અદભૂત દ્રશ્ય દેખાઈ રહ્યું છે.
માનવામાં આવી રહ્યુ છે કે ગીરનાર પર્વતના પ્રવાસે આવેલા કોઈ પ્રવાસીએ પોતાના મોબાઈલમાં આ અદભૂત દ્રશ્યને કેમેરામાં કેદ કર્યું હતું. આ અદભૂત દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.