Home /News /kutchh-saurastra /

બીલનાથ મહાદેવ : એક સમયે આ જગ્યાએ બીલીનું વન હતું, જાણો શિવજીની અલૌકિક ગાથા

બીલનાથ મહાદેવ : એક સમયે આ જગ્યાએ બીલીનું વન હતું, જાણો શિવજીની અલૌકિક ગાથા

જૂનાગઢના વંથલી રોડ પર આવેલું પ્રાચીન બીલનાથ મહાદેવ મંદિર સાથે અનોખી ગાથા જોડાયેલી છે, તો આવો તેને જાણીએ

જૂનાગઢના વંથલી રોડ પર આવેલું પ્રાચીન બીલનાથ મહાદેવ મંદિર સાથે અનોખી ગાથા જોડાયેલી છે, તો આવો તેને જાણીએ

    પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવજીની વિશેષ પૂજા-અર્ચના થાય છે, ત્યારે આજે આપણે જૂનાગઢના (Junagadh) વંથલી રોડ (Vanthali) પર બિરાજમાન શ્રી બીલનાથ મહાદેવના (Bilnath Mahadev) મંગલકારી દર્શન કરી, બીલનાથ મહાદેવની અલૌકિક ગાથા જાણીશું.

    જૂનાગઢના વંથલી રોડ પર આવેલા બીલનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસની ઉજવણી મહંત ગણેશાનંદજી બાપુ ગુરુશ્રી મુક્તાનંદજી બાપુના માર્ગદર્શન નીચે થઈ રહી છે, ત્યારે શહેરનું બીલનાથ મહાદેવ મંદિર અનેક ભક્તોની આસ્થાનું પ્રતીક બન્યું છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શિવજીનો અનેક ભાવિકો દ્વારા અભિષેક કરવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં નિજ મંદિરમાં વિવિધ શૃંગારની ઝાંખીનું પણ આયોજન થઈ રહ્યું છે, જેના દર્શન માટે મોટી સંખ્યમાં ભાવિકો ઉમટી રહ્યાં છે.

    દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના પાવનકારી શ્રાવણ માસમાં અહીં નિયમિત રીતે હોમ-હવન કરવામાં આવે છે, તેમજ અહીં દર સોમવારે દીપમાળાનું આયોજન થાય છે. જેના દર્શન કરીને અહીં આવતા શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે. બીલનાથ મહાદેવના મંદિર પરિસરમાં માઁ અન્નપૂર્ણાના પણ બેસણા છે, અહીં આવતા ભાવિકોને પ્રસાદરૂપી ભોજન જમાડવાના શુભ હેતુથી અન્નક્ષેત્ર પણ કાર્યરત કરવામાં આવ્યું છે.

    એવું કહેવાય છે કે, વર્ષો પૂર્વે આ જગ્યાએ બીલીના વૃક્ષનું વિરાટ વન હતું, જેના નામ પરથી અહીં બિરાજતા મહાદેવજીનું નામ બીલનાથ મહાદેવ પડ્યું હોવાની માન્યતા છે. એક લોકવાયકા મુજબ, આ શિવલિંગ સ્વયંભૂ હોવાનું પણ કહેવાય છે.

    બીલનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આવેલું કોઠાનું વૃક્ષ 100 વર્ષ કરતાં પણ વધુ આયુ ધરાવતું હોવાથી જૂનાગઢ મનપા દ્વારા તેને ઐતિહાસિક વૃક્ષ તરીકે ઓળખ આપવામાં આવી છે. આ વૃક્ષનું વાવેતર ગોપાલાનંદજી બાપુના ગુરુ પ્રેમાનંદજી બાપુના હસ્તે થયું હોવાનું કહેવાય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Junagadh news, Shravan, જૂનાગઢ

    આગામી સમાચાર