Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: ભૂમિપૂજન કાર્યક્રમને લઈને માર્કેટિંગ યાર્ડમાં આગામી 25મી ડિસેમ્બર સુધી તમામ જણસીની આવક બંધ

જૂનાગઢ: ભૂમિપૂજન કાર્યક્રમને લઈને માર્કેટિંગ યાર્ડમાં આગામી 25મી ડિસેમ્બર સુધી તમામ જણસીની આવક બંધ

Junagadh Marketing Yard

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી તા.25મી ડિસેમ્બર સુધી તમામ જણસીની આવક બંધ કરવામાં આવી…

    Junagadh News: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) ખાતે આગામી તા.25મી ડિસેમ્બરના રોજ નવનિર્મિત કૃષિ ભવનનું ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાવાનો છે, જે દરમિયાન મહા ખેડૂત શિબિરનું (Khedut Maha Shibir)પણ આયોજન થશે. જે આયોજનને લઈને આજરોજ તા.23મી ડિસેમ્બર થી આગામી તા.25મી ડિસેમ્બર સુધી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ જણસીની આવક બંધ કરવામાં આવી છે. આગામી તા.26મી ડિસેમ્બર થી તમામ જણસીની આવક રાબેતા મુજબ થશે, તેવું જણાવવામાં આવ્યું છે.

    આગામી તા.25મી ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્નથી વિભૂષિત અટલ બિહારી બાજપાઈજીના જન્મ દિવસ પ્રસંગે માર્કેટીંગ યાર્ડ, જૂનાગઢમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે નવનિર્મિત કૃષિ ભવનનું ભૂમિ પૂજન કરવામાં આવનાર છે. આ પ્રસંગે મહાખેડૂત શિબિરનું આયોજન પણ થવાનું છે, આ મહા ખેડૂત શિબિરમાં કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને માહિતી અને માગદર્શન આપવામાં આવશે, તેમજ એ.પી.એમ.સી., કાર્યક્ષેત્રના ખેડૂતોને પ્રધાનમંત્રી જીવનજ્યોત વિમા યોજના હેઠળ રૂ.2 લાખનું વિમા કવચ પુરૂ પાડવામાં આવશે, તેના પ્રિમીયમની રકમ માર્કેટીંગ યાર્ડ, જૂનાગઢ ભોગવશે.

    આ મહાખેડૂત શિબિરમાં ખેડૂતોને ગુજરાત સરકારશ્રી દ્વારા આપવામાં આવતા આયુષ્યમાન કાર્ડ તથા ઇ-શ્રમકાર્ડ કાઢી આપવાનો કેમ્પ રાખવામાં આવેલ છે. જે સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ અને ઇ-શ્રમકાર્ડ કાઢી આપવામાં આવશે. કાર્ડ મેળવવા ઇચ્છતા ખેડૂતોને આધાર કાર્ડ તથા બેન્ક ખાતાના પાસ બુકની ઝેરોક્ષ નકલ સાથે લાવવા જણાવવામાં આવે છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના નવ નિર્મિત કૃષિ ભવનમાં આધુનીક સુવિધાથી સજ્જ કાર્યાલય અને ફાર્મસ હોસ્ટેલ બનાવવામાં આવશે, તેમજ ખેડૂતોના શુભ પ્રસંગો માટે પણ કોમ્યુનીટી હોલ બનાવવાનું પણ આયોજન કરેલ છે. ખેડૂતોને રાત્રી રોકાણની સુવિધા માટે ખાસ ખેડૂત હોસ્ટેલનું આયોજન કરેલ છે.

    આ પણ વાંચો: અમદાવાદ : કોરોનાના જાહેર થતા આંકડા બાબતે IMA નારાજ, જાણો શું કરી ટકોર

    આ કાર્યક્રમને લઈને તા.23મી ડિસેમ્બર થી આગામી તા.25મી ડિસેમ્બર સુધી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ જણસીની આવક બંધ કરવામાં આવી છે. આગામી તા.26મી ડિસેમ્બર થી તમામ જણસીની આવક રાબેતા મુજબ થશે, જે પછી ખેડૂતોને એજન્ટ મિત્રોનો સંપર્ક કરીને આવવા જણાવવામાં આવ્યું છે. આ તકે ઉપરોક્ત કાર્યક્રમનો લાભ લેવા માટે પણ ખેડૂતો અને જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh news, જૂનાગઢ

    આગામી સમાચાર