Home /News /kutchh-saurastra /જૂનાગઢ: આખલાની લડાઈમાં ગુમાવ્યો જીવ; વારસદારોએ એક કરોડના વળતરનો દાવો કર્યો

જૂનાગઢ: આખલાની લડાઈમાં ગુમાવ્યો જીવ; વારસદારોએ એક કરોડના વળતરનો દાવો કર્યો

X
battle

battle of bull

જૂનાગઢમાં આંખલાની લડાઈમાં રાહદારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે મૃતકના વારસદારોએ એક કરોડના વળતરનો દાવો કર્યો છે, જુઓ વિગતો...

જૂનાગઢમાં રખડતાં ઢોર-ઢાંખરની સમસ્યા માથારૂપ તો હતી જ, હવે જીવલેણ પણ સાબિત થઈ છે! તાજેતરમાં જૂનાગઢમાં આખલાની લડાઈ દરમિયાન વાહનચાલકોને હડફેટે લેતા થયેલા અકસ્માતમાં મોત અને ઇજાના મામલે વારસદારોએ રૂ.એક કરોડના વળતરનો દાવો કર્યો છે.

રાજ્યમાં રખડતાં-ભટકતા પશુઓને કારણે અનેક વખત અકસ્માત થયાં હોવાના અહેવાલ સામે આવતાં હોય છે, ત્યારે જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે આખલાઓની લડાઈએ એક વ્યક્તિનો જીવ લીધો છે, જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચાડી છે. આ અંગે જૂનાગઢના એડવોકેટ પી.ડી.ગઢવીએ જણાવ્યું હતું કે, રખડતા-ભટકતા પશુના કારણે થતા અકસ્માતમાં કાયદાકીય જોગવાઇ મુજબ રખડતા-ભટકતા પશુઓને નિયંત્રણમાં રાખવાની કે તેઓના માલીક સામે કાર્યવાહીની જોગવાઇ છે.

ત્યારે રખડતાં આંખલાઓની લડાઈમાં અકસ્માતનો ભોગ બનેલાં પ્રવિણભાઇ વાળા અને કિશોરભાઇ વાળા ગિરનાર દરવાજા પાસેથી બાઇક લઈને જતાં હતાં, ત્યારે બે આંખલાઓ લડાઈ કરતાં હતાં, જેને કારણે સર્જાયેલ અકસ્માતમાં પ્રવિણભાઇનું અવસાન થયું હતું, જ્યારે કિશોરભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. મૃતકના વારસદારોએ મૃત્યુમાં 60,00,000 ઇજામાં 40,00,000ના વળતરનો કોર્ટમાં દાવો કર્યો છે. જે ચૂકવવાની જવાબદારી સરકાર અને મનપાની થાય છે, તેવું જણાવ્યું હતું.
First published:

Tags: Bull fight, Cattle, Claim, Compensation, JMC, એડવોકેટ, મોત, સરકાર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો