Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: જન્માષ્ટમી ફ્લોટ્સ બન્યાં આકર્ષણનું કેન્દ્ર; લોકો દર્શન કરી મંત્રમુગ્ધ બન્યાં, જુઓ video

જૂનાગઢ: જન્માષ્ટમી ફ્લોટ્સ બન્યાં આકર્ષણનું કેન્દ્ર; લોકો દર્શન કરી મંત્રમુગ્ધ બન્યાં, જુઓ video

જૂનાગઢ

જૂનાગઢ શહેરમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી થવાની છે, ત્યારે શહેરના જુદાજુદા વિસ્તારોમાં તૈયાર કરવામાં આવેલ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર

જૂનાગઢ શહેરમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી થવાની છે, ત્યારે શહેરના જુદાજુદા વિસ્તારોમાં તૈયાર કરવામાં આવેલ ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર

    કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ શહેરમાં અનેકવિધ વિસ્તારોમાં જુદાજુદા યુવક મંડળો દ્વારા કૃષ્ણ જન્માષ્ટમીને અનુરૂપ વિવિધ ફ્લોટ્સ બનાવવામાં આવ્યા છે. ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે જન્માષ્ટમીના પાવન પર્વે નીકળી પરંપરાગત શોભાયાત્રા બંધ રહી છે, ત્યારે વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલ કૃષ્ણ જન્મોત્સવના ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

    ગઈકાલે તા.29મી ઓગસ્ટના રોજ સાતમના શુભ દિવસે સાંજે 8 વાગ્યાથી જૂનાગઢ શહેરમાં બનાવવામાં આવેલા વિવિધ ફ્લોટ્સને દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતાં. જે પછી જૂનાગઢવાસીઓ આ ફ્લોટ્સના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતાં, ત્યારે લોકો જુદાજુદા વિસ્તારોમાં બનાવવામાં આવેલ આ ફ્લોટ્સના દર્શન કરીને મંત્રમુગ્ધ બન્યાં હતાં.

    જન્માષ્ટમી નિમિતે તૈયાર થયેલ ફ્લોટ્સની વાત કરીએ તો, કેસરીનંદન યુવક મંડળ દ્વારા સ્વામિનારાયણ મુખ્ય મંદિર નજીક એક અદ્દભુત પ્રસંગનો ફ્લોટ બનાવવામાં આવ્યો, જેમાં રાજા કંસના પરમ મિત્ર ઉતકર્ચ સાથે ભગવાન શ્રીકૃષ્ણ અદ્દભુત લીલા કરી રહ્યાં છે, તેની ઝાંખી થઈ રહી છે, ત્યાંથી આગળ જતાં સિદ્ધેશ્વર ગૃપ દ્વારા મથુરાના કારાવાસમાં જન્મેલા શ્રીકૃષ્ણને ટોપલામાં સુવડાવી વાસુદેવજી ગોકુળ તરફ ચાલ્યાં છે, તેની ઝાંખી કરાવવામાં આવી છે.

    ઉપરકોટ પાસે ઉપરકોટ યુવક મંડળ દ્વારા ઋષિ માર્કંડેયને શ્રીકૃષ્ણની માયા શક્તિના દર્શન થયાં હતાં, તે અલભ્ય ઝાંખી કરાવવામાં આવી છે. ફૂલીયા હનુમાન વિસ્તારના યુવા શક્તિ ગૃપ દ્વારા બકાસુર સાથે યુદ્ધ કરતાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શન કરાવવામાં આવ્યાં છે. નાથજીના દલીચાની જગ્યા ખાતે વેરાઈ ગૃપ દ્વારા તૈયાર થયેલ કાગાસુરનો ઉદ્ધાર કરતાં ભગવાન શ્રીકૃષ્ણની ઝાંખીએ લોકોને મંત્રમુગ્ધ કર્યા છે.

    આ ઉપરાંત હાટકેશ્વર મંદિર પાસે હાટકેશ મિત્ર મંડળ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગની ઝાંખી કરાવવામાં આવી છે, ત્યારે ભીડભંજન ગૃપ દ્વારા મહાભારતના યુદ્ધના એક પ્રસંગના અલૌકિક દર્શન થઈ રહ્યાં છે. આ ઉપરાંત દેવવાડી નજીક શ્રી યુવક મંડળ દ્વારા નંદાલય તેમજ ગોકુળની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Janmashtami, ઉજવણી`

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन