Home /News /kutchh-saurastra /

જૂનાગઢનાં ઇનોવેટરે બનાવેલું વાવણી અને નિંદામણનું મશીન તમે જોયું?

જૂનાગઢનાં ઇનોવેટરે બનાવેલું વાવણી અને નિંદામણનું મશીન તમે જોયું?

વિજયસિંહ પરમાર

જૂનાગઢ જિલ્લાનાં માળિયા-હાટિના તાલુકાના પીખોર ગામનાં ઇનોવેટર ભરતભાઇ અગ્રવાતે મલ્ટીપર્પઝ એવું વાવણી અને નિંદામણ માટેનું મશાન વિકાસવ્યું છે. ભરતભાઇ અગ્રાવત અને તેમના પિતા અમૃતભાઇ અગ્રાવતે સામાન્ય લોકોનું જીવન સરળ બને એ માટે અનેક સસ્તાં ઇનોવેશનો કર્યા છે.

ભરતભાઇ અગ્રાવતે વિકસાવેલું આ વાવણી અને નિંદામણનું મશીન ચલાવવામાં સરળ છે અને ખેડૂતો તેમની જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરી શકે છે.

ભરતભાઇ અગ્રાવતે આ ઇનોવેશનની વિશેષતા જણાવતા ન્યૂઝ 18 ગુજરાતીને જણાવ્યું કે, ખેતીની જમીન ટૂંકી થતી જાય છે. નાના ખેડૂતોને બળદ પોષાતા નથી અને મિની ટ્રેક્ટર પણ પોષાતા નથી. આવા સમયે એવા કૃષિ-સાધનોની જરૂરિયા ઉભી થાય છે કે, જે ખેતી ખર્ચ બચાવે અને સસ્તાં પણ હોય.

મેં બેટરીથી ચાલી શકે તેવા વાવણી અને નિંદામણ માટે ઉપયોગમાં લેવા તેવા મશીન વિકસાવ્યા છે. બેટરી સંચાલિત (ઇ-સીડ ડ્રીલ) મશીન એક વ્યક્તિ પણ ચલાવી શકે છે અને માનવ સંચાલિત છે તે મશીન ચલાવવામાં બે વ્યક્તિની જરૂર પડે છે. બેટરી સંચાલિત ઇ-સીડ ડ્રીલ કે ઇ-વીડર માત્ર બાર રૂપિયામાં આખો દીવસ ચાલી શકે છે. આ મલ્ટીપર્પઝ મશીન દ્વારા એક દિવસમાં 15 વીધા જમીનમાં વાવણી કે નિંદામણ કરી શકાય છે. ખેડૂતોને ટ્રેક્ટર ભાડે કરવા કરતા આ મશીનથી ખેતી કરવી વધુ સસ્તી પડે છે.”



માનવ સંચાલિત વાવણી અને નિંદામણ માટેના મશીનની કિંમત 2700 રૂપિયા છે જ્યારે બેટરી સંચાલિત મશીનની કિંમત 17,000થી લઇ 21,000 રૂપિયા સુંધીની છે.

ભરતભાઇએ જણાવ્યું કે, તેમણે અત્યાર સુંધીમાં ખેતીમાં આ મશીન દ્વારા જે પ્રયોગો કર્યા તેમા તેમને સફળતા મળી છે અને ખેડૂતોને આ મશીનમાં ખૂબ રસ પડ્યો છે. એટલું જ નહીં પણ મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી આ મશીન ખરીદવા માટે ઇન્કાયરી આવવા લાગી છે. ખેતીની જમીનના પ્રકાર પ્રમાણે આ મશીનના સ્ટૂલમાં ફેરફાર કરી શકાય છે. ખાસ કરીને, એક પાક વાવ્યા પછી વચ્ચેના ચાસમાં આંતર પાક માટે પણ આ મશીન ખૂબ ઉપયોગી નીવડી રહ્યું છે.”

ભરત અગ્રવાત અને તેમના પિતા અમૃતભાઇ અગ્રવાત પરંપરાગત રીતે ખેડૂત નથી પણ ખેડૂતો અને સામાન્ય માણસોની સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખેવાને કારણે તેઓ ઇનોવેશન કરવા લાગ્યા. તેમની આ જીવન યાત્રામાં ઇન્ડિયન ઇન્સ્ટટિટ્યુટ ઓફ ઇન્ડિયા (અમદાવાદ)નાં પ્રો. અનિલ ગુપ્તાનો મહત્વનો ફાળો રહ્યો છે.

પ્રો. ગુપ્તાએ શરૂ કરેલી સૌથી પહેલી શોધયાત્રાથી અમૃત અગ્રાવત જોડાયેલા રહ્યા છે અને આજદીન સુંધી સૃષ્ટિ સંસ્થા સાથે જોડાયેલા છે. સૃષ્ટિ અને જ્ઞાન સંસ્થાએ પણ તેમના ઇનોનેશનને આગળ લઇ જવામાં અને વ્યાપાક જન સમાજ સુંધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ભરત અગ્રાવત 50 વર્ષના છે અને દસ ધોરણ ભણેલા છે પણ તેના સંશોધનોએ અનેક ખેડૂતોને નવા અને સસ્તા ખેત-ઓજારો આપ્યા છે જેના થકી ખેડૂતોની ખેતી સરળ બની છે.

(vijaysinh.parmar@nw18.com)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: IIM-A, Innovation, જૂનાગઢ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन