વિરોધ બાદ ગિરનાર રોપ વેના ભાડામાં કરાયો ઘટાડો, GST અલગથી નહીં વસૂલ કરવામાં આવે

વિરોધ બાદ ગિરનાર રોપ વેના ભાડામાં કરાયો ઘટાડો, GST અલગથી નહીં વસૂલ કરવામાં આવે
રોપ વે.

Girnar rope way Ticket: નવી જાહેરાત પ્રમાણે પુખ્ત વયની વ્યક્તિ માટે ટિકિટનો ભાવ 700 રૂપિયા રહેશે. આ માટે અલગથી જીએસટી ચૂકવવો નહીં પડે.

 • Share this:
  જૂનાગઢ: અનેક રજુઆત અને વિરોધ બાદ ગિરનાર રોપ વેના ભાડામાં આંશિક ઘટાડો કરવામાં આવ્યો છે. ભાડું ઘટાડવા માટે વડાપ્રધાન મોદી (PM Modi) અને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સુધી રજુઆત કરવામાં આવી હતી. જે બાદમાં નવા ભાડાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, જે ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં જીએસટી (GST) ભાડામાં સમાવી લેવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે ટિકિટના દર પર અલગથી જે 18 ટકા જીએસટી વસૂલ કરવામાં આવતો હતો તે હવે ટિકિટના દરમાં આવી જશે.

  ટિકિટના દરમાં ઘટાડો:  નવી જાહેરાત પ્રમાણે પુખ્ત વયની વ્યક્તિ માટે ટિકિટનો ભાવ 700 રૂપિયા રહેશે. આ માટે અલગથી જીએસટી ચૂકવવો નહીં પડે. 700 રૂપિયાની ટિકિટમાં વ્યક્તિ ઉપર જઈ અને પરત આવી શકશે. જ્યારે બાળકો માટે આવવા અને જવાના ટિકિટનો ભાવ જીએસટી સહિત 350 રૂપિયા રહેશે. જો કોઈ વ્યક્તિએ એક તરફની મુસાફરી કરવી હશે તો તેમણે આ માટે જીએસટી સહિત 400 રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ટિકિટના દર પર જીએસટી અલગથી લેવામાં આવતો હતો. હવે જીએસટીના દરને ટિકિટના ભાવમાં જ સમાવી લેવામાં આવ્યો છે.

  પહેલા કેટલો ચાર્જ હતો?

  સામાન્ય ટિકિટ : 700 રૂપિયા+18% જીએસટી (આવવા અને જવા માટે)
  બાળકોની ટિકિટ: 350 રૂપિયા+18% જીએસટી (આવવા અને જવા માટે)
  કન્સેશન ટિકિટ: 400 રૂપિયા+18% જીએસટી

  આ સાથે જણાવવામાં આવ્યું હતું કે પાંચ વર્ષ સુધીના બાળકોને કોઈ જ ટિકિટ લેવાની નહીં રહે. બાળકોની ટિકિટમાં પાંચથી 10 વર્ષની વચ્ચેના બાળકોનો સમાવેશ થશે. 10 વર્ષથી વધુની ઉંમરના બાળકોએ ફૂલ ટિકિટ લેવાની રહેશે. દિવ્યાંગ તેમને ડિફેન્સ વ્યક્તિઓને ટિકિટનમાં કન્સેશન મળશે, પરંતુ આ માટે આઈડી કાર્ડ ફરજિયાત રહેશે. ટિકિટ જે દિવસે ખરીદશે તો જ દિવસે માન્ય રહેશે. એક વખત ટિકિટની ખરીદી કર્યાં બાદ રિફંડ નહીં મળે.

  આ પણ વાંચો: જામનગર: કાલાવડ પંથકમાં સગીરા પર ગંજી ગેંગના ચાર સભ્યોએ આચર્યું સામુહિક દુષ્કર્મ

  'ગિરનાર રોપ-વેનું ભાડું પાવાગઢ કરતાં 6 ગણું વધારે'

  જૂનાગઢમાં (Junagadh) વિશ્વના સૌથી મોટા મંદિર રોપ-વેના ભાડાના (Fare of Girnar Rope way) કારણે વિવાદ અને વિરોધનો વંટોળ ઊભો થયો છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી (MLA Bhikha Joshi)એ ગિરનાર રોપ-વેનું ભાડું સામાન્ય વર્ગને પોસાય એટલું રાખવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે આ રોપ-વે પાવાગઢ કરતાં ત્રણ ગણો લાંબો છે પરંતુ તેનું ભાડું 6 ગણું વધારે છે. આનું ભાડું સામાન્ય વર્ગને પોસાય તેટલું રાખવામાં આવે  ભીખા જોષીએ પોતાના લેટર પેડ પરથી લખેલો પત્ર મુખ્યમંત્રી રૂપાણીને ટાંક્યો છે. તેમની માંગ છે કે ગરીબ વર્ગ આ રોપ-વેનો લાભ નહીં લઈ શકે માટે સરકાર અને મુખ્યમંત્રી દરમિયાનગીરી કરે અને ભાડું 300 રૂપિયા જેટલું રાખે તો કંપનીને પણ પોશાષે અને લોકોને પણ પોસાય. આ સ્થિતિના કારણે જૂનાગઢમાં ગિરનાર રોપ-વેમાં આવતા જતા પ્રવાસીઓની સંખ્યા વધારે નહીં થાય તેવી આશંકા ભીખા જોષી વ્યક્ત કરી રહ્યા છે. તેમના મતે રિટર્ન ટિકિટનો દર 300 રૂપિયા હોવો જોઈએ.

  આ પણ જુઓ-

  ગીરનાર રોપવે પ્રૉજેક્ટ ભવનાથ તળેટીથી લઈને અંબાજી મંદિર સુધીનો છે. જેમાં કુલ 9 ટાવર ઉભા કરાયા છે. તેમાં 6 નંબરનો ટાવર કે જે ગીરનારના એક હજાર પગથીયા પાસે આવેલો છે તે ટાવર આ યોજનાનો સૌથી ઊંચો ટાવર છે, જેની ઉંચાઈ 67 મીટર છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર 2.3 કિ.મી.નું છે. રોપ વેથી પ્રવાસીઓ 7 મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચી શકશે. શરૂઆતના તબક્કામાં 24 ટ્રોલી લગાવાશે, એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે એટલે કે એક ફેરામાં 192 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે.
  Published by:Vinod Zankhaliya
  First published:October 28, 2020, 10:29 am

  ટૉપ ન્યૂઝ