Home /News /kutchh-saurastra /

જૂનાગઢની દીકરીએ 3.87 સેકન્ડમાં બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ; જુઓ Video

જૂનાગઢની દીકરીએ 3.87 સેકન્ડમાં બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ; જુઓ Video

Dhvani

Dhvani Bhut

જૂનાગઢની દીકરીએ 3.87 સેકન્ડમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવીને, સમગ્ર જૂનાગઢ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે...

  સુમિત જાની: તમે અનેક પ્રકારના અવનવા વર્લ્ડ રેકોર્ડ (World Record) વિશે સાંભળ્યું અને જાણ્યું હશે, પણ આજે અમે તમને એક એવા વર્લ્ડ રેકોર્ડ વિશે જણાવવાના છીએ, જેના વિશે જાણીને તમે આશ્ચર્ય જરૂરથી અનુભવશો! સાથોસાથ ગુજરાતની અને એમાં પણ જૂનાગઢની (Junagadh) દીકરી આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે, એ જાણીએ વધુ ગૌરવ અનુભવશો.

  અહીં અમે વાત કરી રહ્યાં છે, મૂળ જૂનાગઢની વતની અને હાલમાં ગાંધીનગર ખાતે ધો.11માં અભ્યાસ કરી રહેલ કુમારી ધ્વનિ ભૂત (Dhwani Bhut) વિશે. માત્ર 16 વર્ષની ઉંમરે ધ્વનિએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness world Records) સ્થાન પ્રાપ્ત કર્યું છે. ટચ સ્ક્રીન મોબાઈલ પર સૌથી ઝડપી એટલે કે માત્ર 3.87 સેકન્ડમાં તમામ આલ્ફાબેટ ટાઈપ કરીને ધ્વનિએ અનોખો રેકોર્ડ બ્રેક કર્યો છે.

  આ વિશે વધુ વાત કરતાં ધ્વનિએ જણાવ્યું કે, તેઓ એકવાર મોબાઈલમાં યુટ્યુબમાં વર્લ્ડ રેકોર્ડ વિશે જોઈ રહ્યાં હતા, ત્યારે ઝિયા યાનએ મોબાઈલ ફોન પર ફાસ્ટેસ્ટ આલ્ફાબેટ ટાઈપિંગનો રેકોર્ડ 3.91 સેકન્ડમાં બનાવ્યો હતો. ત્યારે ધ્વનિએ તરત જ પોતાના મોબાઈલમાં તેની પ્રેક્ટિસ કરી તો તેને 5 સેકન્ડ જેવો ટાઈમ લાગ્યો. જે પછી તેઓ સ્કૂલ પછીના સમયગાળામાંથી વધતા સમયમાં બે કલાક કાઢીને આ રેકોર્ડ બ્રેક કરવા માટેની પ્રેક્ટિસ કરતાં.

  અંતે તેઓએ પોતે નિર્ધારિત કરેલા ટાર્ગેટ સુધી પહોંચી જ ગયા અને તેઓએ 3.87 સેકન્ડમાં ટચ સ્ક્રીન મોબાઈલ ઉપર એ ટૂ ઝેડ તમામ આલ્ફાબેટ સૌથી વધુ ઝડપે ટાઈપ કરવાનો રેકોર્ડ પોતાને નામે કર્યો. આ સિદ્ધિ મેળવવા માટે ધ્વનિને તેઓના વાલી, શિક્ષકો અને મિત્રો તરફથી ખુબજ સન્માન મળ્યું. ધ્વનિએ કહ્યું કે, આ એવોર્ડથી માત્ર મારું સન્માન જ નથી થયું, પરંતુ આ એવોર્ડએ મારા આત્મવિશ્વાસમાં સખત વધારો કર્યો છે. જે મારા ભવિષ્યની કારકિર્દી માટે મને ખુબજ ઉપયોગી નીવડશે.
  First published:

  Tags: Guinness world Record, Junagadh news

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन