ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ (DST) ટેક્નોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગુજરાત સરકાર પ્રસ્થાપિત બ્રહ્મચારી ભગવતીનંદજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી જૂનાગઢ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી જૂનાગઢ ના સંયુક્ત ઉપક્રમે ‘નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2021’ નું (National Rural IT Quiz Junagadh) આયોજન કરવામાં આવેલ છે.
જે ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાયલ તથા ટાટા કન્સલ્ટન્સી બેંગ્લોર દ્વારા સમગ્ર ભારત દેશમાં છેલ્લા 12 વર્ષથી આ કાર્યક્રમ અમલમાં મુકવામાં આવેલ છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે ‘નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2021’ નું આયોજન ઓનલાઈન થવાનું છે.
બાળકો વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રત્યે વધુ જાગૃત થાય તેવા હેતુથી આ ક્વિઝ રમાડવા માં આવે છે, ત્યારે કોરોના કાળમાં ઓનલાઈન આયોજિત થનારી ‘નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2021’ માં ધોરણ 8 થી 12 સુધીના કોઈપણ વિધાર્થીઓ ભાગ લઈ શકે છે. જેમાં શાળા કક્ષાએથી રજીટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટે સંપર્ક નંબર: 94294 33449 પર સંપર્ક કરી લિંક મોકલવામાં આવશે અને તેમાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
‘નેશનલ રૂરલ આઈ.ટી.ક્વિઝ 2021’ સ્પર્ધા ચાલુ ઓગસ્ટ માસમાં ઓનલાઇન માધ્યમથી યોજવામાં આવશે. આ સ્પર્ધા ત્રણ તબક્કામાં યોજાશે. બાળકો,વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સારા ભવિષ્ય તરફ લઈ જશે તેવા હેતુ થી સરકારએ આ સ્પર્ધા અમલમાં મુકેલ છે, જેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે, તો જૂનાગઢ જિલ્લામાંથી વધુને વધુ વિધાર્થીઓ ભાગ લે, તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગત વર્ષે યોજાયેલ રાજ્ય કક્ષાની આઈ.ટી.કવીઝ સ્પર્ધામાં ગુજરાતના જુદા-જુદા જિલ્લા કક્ષાની ક્વિઝ માં આશરે ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. જેમાંથી 200 વિદ્યાર્થીઓને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદ કરવામાં આવેલા, જેમાં જૂનાગઢ જિલ્લાના ચાર બાળકોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી એક વિદ્યાર્થિની પસંદગી રાષ્ટ્રીય કક્ષાની આઈ.ટી.ક્વિઝ સ્પર્ધા માટે કરવામાં આવી હતી.
વધુ માહિતી માટે શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ,વંથલી રોડ,બીલનાથ મંદિર પાસે જૂનાગઢ નો સંપર્ક કરવા લોક વિજ્ઞાન કેન્દ્રના કોઓર્ડીનેટર પ્રતાપસિંહ ઓરાએ અખબારી યાદીમાં જણાવેલ છે.