Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: ડિસેમ્બરની શરૂઆત સાથે ઠંડીમાં થશે વધારો; કૃષિ હવામાન વિભાગે કરી જાહેરાત

જૂનાગઢ: ડિસેમ્બરની શરૂઆત સાથે ઠંડીમાં થશે વધારો; કૃષિ હવામાન વિભાગે કરી જાહેરાત

The

The cold

Junagadh News: જૂનાગઢ કૃષિ હવામાન વિભાગ દ્વારા આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતથી ઠંડીમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી, Video માં જુઓ વિગતવાર 

    જૂનાગઢ: ડિસેમ્બરની શરૂઆત સાથે ઠંડીમાં થશે વધારો; કૃષિ હવામાન વિભાગે કરી જાહેરાતચોમાસાની વિદાય પછી જૂનાગઢ શહેરમાં (Junagadh City)મહત્તમ તાપમાનનો પારો (Temprature) સતત વધી રહ્યો હતો, જેના કારણે શહેરીજનોને બપોરે તો ભાદરવાના તડકાનો અહેસાસ થતો હતો! પરંતુ છેલ્લાં બે-ત્રણ દિવસથી તાપમાનમાં નોંધનીય ઘટાડો જોવા મળતાં, મોડી સાંજે અને વહેલી સવારે ઠંડી (Cold) અનુભવાય રહી છે. પરિણામે, વાતાવરણમાં પણ ઠંડક (Winter 2021) પ્રસરવા લાગી છે.

    આ અંગે વિગતવાર માહિતી આપતાં કૃષિ ગ્રામીણ હવામાન વિભાગના ટેક્નિકલ ઓફિસર ધિમંત વઘાસિયાએ જણાવ્યું કે, ગત તા.22મી નવેમ્બર ના રોજ મહત્તમ તાપમાન 34.5 ડીગ્રી સેલ્શિયસ નોંધાયું હતું, જ્યારે ગઈકાલ તા.25મી નવેમ્બરના રોજ મહત્તમ તાપમાન 33 ડીગ્રી સેલ્શિયસ નોંધાયેલું છે. જેથી એવું કહી શકાય કે, છેલ્લાં કેટલાંક દિવસોથી મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, લઘુતમ તાપમાનમાં પણ એટલો જ ઘટાડો જોવા મળ્યો છે.

    ગત તા.22મી નવેમ્બરના રોજ લઘુતમ તાપમાન 22 ડીગ્રી સેલ્શિયસ નોંધાયું હતું, જે ગત તા.25મી નવેમ્બરના રોજ 17 ડીગ્રી સેલ્શિયસ જેટલું નોંધવામાં આવ્યું છે. છેલ્લાં ત્રણેક દિવસમાં 6 ડીગ્રી સેલ્શિયસનો ઘટાડો લઘુતમ તાપમાનમાં નોંધાયો છે. જેને લઈને આપણે સૌ વહેલી સવારે અને મોડી સાંજે ઠંડીનો અનુભવ કરી રહ્યાં છીએ.

    આગામી ત્રણ દિવસ આ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. જેમાં લઘુતમ તાપમાન 17 થી 19 ડીગ્રી સેલ્શિયસ વચ્ચે જળવાય રહેશે. આગામી ડિસેમ્બર મહિનાની શરૂઆતથી તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનું પ્રમાણ વધશે. જેથી કરીને ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેથી એવું કહી શકાય કે, ડિસેમ્બરની શરૂઆતથી શહેરીજનો અને ગ્રામજનો ખરાં શિયાળાની અસર અનુભવતાં થશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Junagadh news, Local News, Winter 2021

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन