Home /News /kutchh-saurastra /જૂનાગઢ: BJP અગ્રણીના પુત્રએ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખી આ વાત

જૂનાગઢ: BJP અગ્રણીના પુત્રએ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખી આ વાત

બીજેપી અગ્રણીના પુત્રનો આપઘાત.

ધવલ ડોબરીયા (Dhaval Dobariya)એ પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત (Suicide) કરી લીધો છે. ધવલના રૂમમાંથી એક સુસાઇડ નોટ (Suicide note) પણ મળી આવી છે.

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા (Junagadh district)માં આપઘાત (Suicide case)નો એક બનાવ સામે આવ્યો છે. બીજેપી અગ્રણીના પુત્રએ આપઘાત (Son of BJP leader commits suicide) કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે ભેસાણના બીજેપી અગ્રણી કરશનભાઈ ડોબરીયા (Karshanbhai Dobariya)ના પુત્ર ધવલ ડોબરીયા (Dhaval Dobariya)એ પોતાના ઘરે આત્મહત્યા (Suicide) કરી લીધી છે. ધવલે પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. ધવલના રૂમમાંથી એક સુસાઇડ નોટ (Suicide note) પણ મળી આવી છે. જેમાં તેણે છ લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે ધવલ ડોબરીયા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટર તરીકે બીજા ભાગીદારો સાથે કામ કરતા હતા. તેઓએ પોતાના ભાગીદારોને પાંચ કરોડ રૂપિયા આપ્યા હતા. જેનો હિસાબ કરતા વખતે ગોટાળા સામે આવ્યા હતા. પોતે વધારે પૈસા આપવા માટે સક્ષમ ન હોવાથી ભેસાણ ખાતે પોતાના ઘરે આપઘાત કરી લીધો હતો.

જે સુસાઇડ નોટ મળી આવી છે તેમાં છ લોકોનાં નામ છે. આ તમામ લોકો રાજકોટ શહેરના નિવાસી છે. આ મામલે ભેસાણ પોલીસે છ લોકો સામે ગુનો દાખલ કરીને વધારે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ભારતની મદદના નામે પાકિસ્તાની સંસ્થાઓએ ઉઘરાવ્યા કરોડો રૂપિયા, આ જ પૈસાથી ટેરર ફંડિંગની શંકા: રિપોર્ટ

સુસાઇડ નોટમાં શું લખ્યું?

ધવલ ડોબરીયાના રૂમમાંથી મળી આવેલી સુસાઇટ નોટમાં લખાયું છે કે, "હું દવા પીને આપઘાત કરું છું. તેની પાછળ કારણ રાજકોટ રૂડામાં આવાસનું કામ ચલાતું હતું. તેમાં મારા પૈસા મારા ભાગીદાર ખાઈ ગયા તેની પાછળ આજે હું આપઘાત કરું છું."



આ પણ વાંચો: તારાપુર અકસ્માતમાં નવ લોકોનાં મોત: મૃતકોમાં પાંચ પુરુષ, બે મહિલા અને બે બાળક; ઇકો કારના ફૂરચા નીકળી ગયા

સુસાઇડ નોટમાં લખ્યા ભાગીદારોના નામ

ધવલ ડોબરીયાએ સુસાઇડ નોટમાં છ ભાગીદારના નામ લખ્યા છે. આ તમામ લોકો રાજકોટના હોવાનું સામે આવ્યું છે.

1) પિયુષ વલ્લભભાઈ પાનસુરિયા
2) સંદીપ તરસીભાઈ ગમઢા
3) કુમનભાઈ વરસાણી
4) કલ્પેશ કમલેશ ગોંડલિયા
5) સંજય સાકરિયા
6) મયુર દર્શન સ્ટોન, રાજકોટ
" isDesktop="true" id="1105544" >

બીજેપી અગ્રણીના પુત્રના આપઘાત કેસમાં હાલ પોલીસે છ લોકો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. સુસાઇડ નોટમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે પોલીસ તપાસ બાદ જ વધારે વિગત સામે આવી શકશે.
First published:

Tags: Suicide-note, આત્મહત્યા, ગુનો, જૂનાગઢ, પોલીસ, ભાજપ