Home /News /kutchh-saurastra /

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ખેડૂતો અને કૃષિ ડિલરોના હિત માટે શરૂ કર્યો આ કોર્ષ! જુઓ Video

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ખેડૂતો અને કૃષિ ડિલરોના હિત માટે શરૂ કર્યો આ કોર્ષ! જુઓ Video

JAU

JAU Course Started

Junagadh News : હંમેશાથી કૃષિના હિત માટે વિચારતી જૂનાગઢ કૃષિ યુનિ.એ વધુ એક પહેલ કરી છે, જે બદલ તે ખેડૂતો અને કૃષિ ડિલરોના હિત માટે આ કોર્ષ શરૂ કરનારી પ્રથમ યુનિર્વસિટી

    જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગત તા.5મી ઓક્ટોબર ના રોજ જંતુનાશક દવાનો સર્ટીફીકેટ કોર્ષ ઓન પેસ્ટીસાઈડ મેનેજમેન્ટ (Certificate Course on Pesticide Management in Junagadh Agriculture University Started)   નો પ્રારંભ થયો. આ કોર્ષમાં સૌરાષ્ટ્ર ભરમાંથી 768 ડીલરો જોડાયા છે. કૃષિ યુનિ. ખાતે શરૂ કરવામાં આવેલો આ કોર્ષ અનેક ડિલરો માટે મહત્વનો સાબિત થવાનો છે.

    કૃષિ યુનિ. દ્વારા શરૂ કરવામાં આવેલો આ કોર્ષ ત્રણ મહિનાનો છે, જેમાં પ્રત્યેક અઠવાડિયે એક દિવસ માટે આવવાનું હોય છે. આ કોર્ષમાં પાયામાં મુખ્ય કીટક, રોગ, જંતુનાશકના જુદા જુદા કાયદાઓ, ખેડૂતલક્ષી યોજનાઓ વગેરેની માહિતી આપવામાં આવશે. જે પછી સાચું અને સચોટ માર્ગદર્શન કર્યા બાદ ડિલરો ખેડૂતની આવકમાં વધારો કરી શકશે.

    મુખ્યત્વે કૃષિ ક્ષેત્રના ડિલરોનો અભ્યાસ બહુ થોડો હોય છે, ત્યારે 80% કૃષિ ડિલરો પાસે કૃષિ જ્ઞાન ન હોવાને કારણે આ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે. જેના થકી તેઓ ખેડૂતો સાથે સીધો સંપર્ક કરી, તેની મદદ કરીને ખેડૂતોની આવક બમણી કરવામાં મદદરૂપ થશે.આ તકે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી અને ડાયરેક્ટર ડો.એચ.એમ.ગાજીપરાએ જણાવ્યું કે, ડિલરો ખેડૂતો સુધી નવી ટેક્નોલોજી પહોંચાડવા માટેના વાહક છે અને આ ટેક્નોલોજી ખેડૂત સુધી પહોંચાડીને વર્ષ 2022 સુધીમાં ખેડૂતની આવક ડબલ થાય તેવા પ્રયાસોમાં ડિલરોની ભૂમિકા મહત્વની છે, ત્યારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેન્દ્ર ખાતે 23 બેચના જુદા જુદા કેન્દ્રો પર કોર્ષ ચાલુ કરવામાં આવેલ છે.

    કોર્ષ વિશેની વાત કરતાં ડો.જી.આર.ગોહિલએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા આ કોર્ષ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં પેસ્ટિસાઈડ, ફંગીસાઈડ અને અરબીસાઈડ પણ સામેલ છે. આ ત્રણેય બાબતો સામેલ કરી હાલમાં ત્રણ મહિનાનો કોર્ષ શરૂ કરેલ છે. જેમાં 02 બેચ અગાઉ પૂર્ણ થઈ ગયેલ છે, હાલમાં ત્રીજી બેચ શરૂ કરવામાં આવી છે.

    અત્રે મહત્વની વાત એ છે કે, સમગ્ર ભારતદેશમાં આ કોર્ષ શરૂ કરવા પાછળ જો કોઈનો મહત્વનો ફાળો રહ્યો હોય તો તે જૂનાગઢ કૃષિ યુનિ. નો છે. જૂનાગઢ કૃષિ યુનિ. આ કોર્ષ શરૂ કરનાર પ્રથમ યુનિ. બની છે, જે સૌ માટે ખરેખર આનંદની વાત છે. ખેડૂતોને લાગતો ખેતી ખર્ચ ઘટાડવામાં આ કોર્ષ અત્યંત મહત્વનો સાબિત થશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Junagadh Agriculture university, Junagadh news, ખેડૂત

    આગામી સમાચાર