Home /News /kutchh-saurastra /જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટીના 41 વિદ્યાર્થીઓની આ સ્કોલરશીપ માટે પસંદગી, મળશે 15,000 સ્ટાઈપેન્ડ

જૂનાગઢ : કૃષિ યુનિવર્સિટીના 41 વિદ્યાર્થીઓની આ સ્કોલરશીપ માટે પસંદગી, મળશે 15,000 સ્ટાઈપેન્ડ

X
જૂનાગઢ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૪૧ વિદ્યાર્થીઓની SHODH સ્કોલરશીપ માટે પસંદગી; જુઓ વિશેષ અહેવાલ..

Junagadh News : ગુજરાતના વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવી તેને પ્રોત્સાહન પુરુ પાડવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અપાતી આ ખાસ સ્કૉલરશીપ શું છે જાણો વિશેષ અહેવાલ

    જૂનાગઢ શહેરની એક અનોખી ઓળખ એટલે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી. જૂનાગઢ કૃષિ યુનિવિસર્ટીમાં વિવિધ વિદ્યાશાખાઓમાં અલગ-અલગ વિષયોના પીએચ.ડી. અભ્યાસક્રમો ચાલે છે. જેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યો તેમજ વિવિધ દેશોમાંથી વિદ્યાર્થીઓ ગુણવત્તાસભર શિક્ષણનો લાભ લેવા બહોળી સંખ્યામાં અભ્યાસ અર્થે આવતા હોય છે.

    ગુજરાતના વિદ્યાર્થીઓમાં રહેલી સંશોધનની ક્ષમતાને વિકસાવી તેને પ્રોત્સાહન પુરુ પાડવા માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા Scheme of Developing High Quality Research (SHODH) અંતર્ગત દર વર્ષે પીએચ.ડી.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની યોજના અમલમાં મુકેલ છે, આ યોજના અંતર્ગત રાજ્યની માન્ય યુનિવર્સિટીમાં ગુણવતાયુક્ત સંશોધન કરતા વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી દર મહિને રૂ.૧૫૦૦૦ નું સ્ટાઇપન્ડ આપવામાં આવે છે.

    આ ઉપરાંત પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને આનુસંગિક ખર્ચ માટે વાર્ષિક રૂ.૨૦,૦૦૦ પણ આપવામાં આવે છે. આ યોજનાથી વિદ્યાર્થીઓમાં સંશોધનની સજ્જતા વધશે, જેનાથી ગુજરાતની જ્ઞાનસંપદામાં બહુલક્ષી વૃધ્ધિ થશે, તેમજ ગુજરાત રાજ્યમાં ઉચ્ચ માન્યતા પ્રાપ્ત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે સ્કોલર વિદ્યાર્થીઓનો સમુદાય તૈયાર કરવા ઉપરાંત અન્ય ઘણા લાભો થશે.

    આ સ્કીમ હેઠળ પસંદગી પામેલ વિદ્યાર્થીઓની વિગત ગત તા.૨૬ જુલાઇ, ૨૦૨૧ ના રોજ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાની વેબસાઇટ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જુદી જુદી વિદ્યાશાખાઓના કુલ ૪૧ વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ સ્કોલરશીપ માટે પસંદગી કરવામાં આવેલ છે. જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી માટે અત્યંત ગર્વની બાબત છે, આ અગાઉ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ઉમદા કામગીરીના કારણે ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીઓને અપાતા રેટીંગમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ફાઇવ સ્ટાર રેટીંગનું સ્થાન પામેલ છે.

    આ સિધ્ધિ મેળવવા બદલ માન. કુલપતિ ડો. વી.પી. ચોવટીયા દ્વારા આ યોજનામાં પસંદ થયેલ સર્વે વિદ્યાર્થીઓ, કુલસચિવ ડો. પી.એમ. ચૌહાણ, યોજનાના યુનિવર્સિટી નોડલ અધિકારી ડો. એન. કે. ગોટીયા, અન્ય યુનિવર્સિટી અધિકારી અને યોજના સાથે સંકળાયેલ તમામ સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવેલ છે.
    First published:

    विज्ञापन
    विज्ञापन