Home /News /kutchh-saurastra /

જૂનાગઢ કૃષિ યુનિ.નાં વિદ્યાર્થીઓ USA, બેંગકોક ટ્રેનીંગ માટે જશે

જૂનાગઢ કૃષિ યુનિ.નાં વિદ્યાર્થીઓ USA, બેંગકોક ટ્રેનીંગ માટે જશે

પ્રતિકાત્મક તસવીર

યુનીવર્સીટી ઓફ કેલીફોર્નીયા, ડેવીસ (અમેરિકા)તેમજ એશિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, બેંગકોક (થાઈલેન્ડ)ખાતે વિદ્યાર્થીઓ તાલીમ મેળવશે.

    જૂનાગઢ: જુનાગઢ કૃષિ યુનિવર્સીટીની વર્લ્ડબેંકની સહાયથી આઈ.સી.એ.આર., નવી દિલ્હી પ્રાયોજિત ઇન્સ્ટીટયુશનલ ડેવલોપમેન્ટ પ્લાન (આઈડીપી), રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષા પ્રોજેક્ટ માટે દેશમાંથી કુલ ૮ કૃષિ યુનીવર્સીટીઓ પૈકી ગુજરાતની એક માત્ર કૃષિ યુનીવર્સીટી તરીકેપસંદગી થયેલી છે.

    જુ.કૃ.યુ.નાં કુલપતિ ડો.એ.આર.પાઠકનાં માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ અંતર્ગત જુ.કૃ.યુ.ની વિવિધ કોલેજોમાંથી પસદગી પામેલા કુલ ૧૮ વિદ્યાર્થીઓ જે પૈકી ૧૧ વિદ્યાર્થીઓ કૃષિ ઇજનેરીઅને ટેક્નોલોજી કોલેજ માંથી, ૪ વિદ્યાથીઓ કૃષિકોલેજમાંથી તેમજ ૩ વિદ્યાર્થીઓ મત્સ્ય વિજ્ઞાન કોલેજમાંથી આગામી દિવસોમાં યુનીવર્સીટી ઓફ કેલીફોર્નીયા, ડેવીસ (અમેરિકા)તેમજ એશિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, બેંગકોક (થાઈલેન્ડ)ખાતેકૃષિમાં ડીજીટાઈજેશન, રીમોટ સેન્સીંગ, ગ્રીનહાઉસ ઓટોમેશન તેમજએકવાટીક રિસોર્સ મેનેજમેન્ટ વિષયોનીતાલીમ માટે મોકલવામાં આવશે.

    જેથી વિદ્યાર્થીઓ રાજ્યના કૃષિ વિકાસમાં મદદરૂપ બનશે.વિદ્યાર્થીઓની આવિદેશ તાલીમ માટેનો તમામ ખર્ચ આ પ્રોજેક્ટ અંતર્ગત પૂરો પાડવામાં આવશે તેમજ દર વર્ષે અંદાજીત ર૦ જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારે ૪ વર્ષના પ્રોજેકટ ગાળા દરમ્યાન આંતર રાષ્ટ્રીય ટ્રેનીંગમાં મોકલવામાં આવશે.

    ગુજરાત રાજયની તમામ કૃષિ યુનિવર્સિટીમાંથી માત્ર જુ.કૃ.યુ.ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આ પ્રકારે આંતરરાષ્ટ્રીય ટ્રેનીંગમાં આ પ્રોજેકટમાં નિઃશુલ્ક જવા માટે સર્વ પ્રથમ તક મળેલી છે, જેથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કૃષિક્ષેત્રે ઉચ્ચ ટેકનોલોજીની ખુબજ સારી જાણકારી મેળવવાની તક મળશે અને ભવિષ્યમાં આ પ્રકારની આધુનીક ટેકનોલોજીની જાણકારીથી વિદ્યાર્થીઓ અને રાજયના ખેડૂતોને પણ ફાયદો થશે.યુનીવર્સીટી ખાતે કૃષિમાં આર્ટી ફિસીયલ ઈન્ટેલીજન્સ, રોબોટીક્સ અનેડ્રોન ટેકનોલોજીના ઉપયોગ બાબતે અદ્યતન સુવિધા ધરાવતી લેબોરેટરી બનાવવામાં આવી રહેલી છે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Bangkok, Thailand, University, USA, ખેતીવાડી, જૂનાગઢ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन