Junagadh Crime News: જૂનાગઢમાં હનીટ્રેપનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર અજાણ્યા શખ્સોએ Tinder પર મીઠી મીઠી વાતો કરી તેનાં G Pay અકાઉન્ટમાંથી 31,000 ટ્રાન્સફર કરી લીધા અને પિન મેળવી 24,000 ATMમાં જઇ ઉપાડી લીધાની ઘટના બની છે. ત્યારે આ મામલે યુવકે ફરિયાદ નોંધાવતા આખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
જૂનાગઢ : જૂનાગઢ શહેરમાં હનીટ્રેપનો (Honey Trap) વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ગત રોજ એક યુવાનને ટીન્ડર એપ પર યુવતી સાથે મેસેજમાં મીઠી મીઠી વાતો કરવી 55 હજાર રૂપિયામાં પડી. આ યુવાનને મળવા માટે બોલાવી તેનાં ગૂગલ પે અકાઉન્ટ (G-Pay) માંથી 31,000 અને ડેબિટ કાર્ડનો પિન મેળવી ATMમાંથી 24,000 ઉપાડી લીધા હોવાનો બનાવ બન્યો છે. આ અંગે યુવાને ચાર અજાણ્યા યુવાનો સામે ફરિયાદ કરતા સી ડીવીઝન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વધુ વિગત મુજબ શહેરના બોડગવાસમાં રહેતા 28 વર્ષિય રવિ હરિભાઈ સોલંકીને થોડા દિવસ પહેલા છોકરા છોકરી વિશે માહિતી મળે તેવી ટીન્ડર એપ વિશે માહિતી મળી હતી. આથી તેણે તે એપ ડાઉનલોડ કરી હતી.ગઈકાલે એક આઈડી પર રવિ સોલંકીને વાત થઈ હતી. તેમાં એક છોકરીનાં નામે અજાણ્યા શખ્સે મીઠી મીઠી વાતના મેસેજ કર્યા હતા.બપોરે ત્રણેક વાગ્યે રવિ આ એપ મારફતે કહેવાતી છોકરી સાથે મેસેજમાં વાત કરતો હતો ત્યારે તેને જે તે કહેવાતી યુવતીએ મળવા માટે બોલાવ્યો હતો .પહેલા તો રવિએ ના પાડી હતી. બાદમાં મેસેજ કરી કોઈ પ્રોબ્લેમ નહિ થાય તેમ કહી રવિ સોલંકીને ઘાંચીપટ વિસ્તારમાં આવેલા કસરે ખ્વાજા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે બોલાવ્યો હતો.
આથી રવિએ ત્યાં જઈ મેસેજ કરતા રૂમમાં આવવા કહેવામાં આવ્યું હતું. રવિ રૂમમાં જતા જ અજાણ્યા એક યુવાને દરવાજો બંધ કરી દીધો હતો.બાદમાં ત્રણ યુવકે રૂમમાં આવી ગાળો આપી મારમાર્યો હતો. અને તું અહીં આવા ખરાબ ધંધા કરવા આવ્યો છે તેમ કહી તેનો મોબાઈલ લઈ લીધો હતો. અને જીવતા જવું હોય તો પચાસ હજાર આપવા પડશે. તેવી ધમકી આપી હતી.
" isDesktop="true" id="1180696" >
બાદમાં આ ચારેય શખ્સોએ રવિ પાસેથી પિન મેળવી લઈ ફોનમાં રહેલી ગૂગલ પે એપ મારફત 31 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા.બાદમાં એટીએમ કાર્ડ લઈ લીધું હતું અને મારમારી એટીએમ નો પિન નંબર મેળવી એટીએમમાં જઇ ત્યાંથી બે યુવક 24,000 ઉપાડી આવ્યા હતા.બાદમાં ગુગલ-પે એપ ડીલીટ કરી નાખી હતી. રવિને છોડી મુક્યો હતો. આ ઘટના રવિએ ઘરે જઈ પોતાના મિત્રને બોલાવી સમગ્ર વાત કરી હતી અને ત્યારબાદ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે જઇ ચાર અજાણ્યા યુવાનો સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.