Home /News /kutchh-saurastra /માંગનાથ મહાદેવના પાટોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી; ભવ્ય શોભાયાત્રાનું આયોજન, જુઓ Video

માંગનાથ મહાદેવના પાટોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી; ભવ્ય શોભાયાત્રાનું આયોજન, જુઓ Video

X
Mangnath

Mangnath Mahadev's Patotsav

જૂનાગઢના માંગનાથ રોડ પર બિરાજતા માંગનાથ મહાદેવના મંદિરે પાટોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જુઓ Video..

જૂનાગઢ: જૂનાગઢના મુખ્ય વિસ્તાર અને હૃદય સમાન માંગનાથ રોડ ઉપર માંગનાથ મહાદેવનું અતિપ્રાચીન મંદિર આવેલું છે. દર વર્ષે કારતક વદ બીજના દિવસે જૂનાગઢના માંગનાથ મહાદેવનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે માંગનાથ મહાદેવની નગરયાત્રા રૂપે શોભાયાત્રા નીકળે છે. જેમાં અનેક શિવભક્તો આસ્થાપૂર્વક જોડાઈને ધન્યતાનો અનુભવ કરે છે.

માંગનાથ મહાદેવનો પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે માંગનાથ મહાદેવને પાલખીમાં બિરાજમાન કરી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળે છે, સાથેસાથે દિવસ દરમિયાન ભગવાન માંગનાથ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.

માંગા ભટ્ટજીની ભક્તિથી પ્રસન્ન થઈને ભવનાથ મહાદેવ સ્વયંભૂ લિંગ સ્વરૂપે અહીં પ્રગટ થયેલાં હતાં. આથી આ મહાદેવનું નામ ભક્તરાજ માંગા ભટ્ટજીના નામ પરથી માંગનાથ મહાદેવ એવું પડ્યું છે. અંદાજે 500 વર્ષથી પણ વધારે પૌરાણિક મંદિરમાં બિરાજતા માંગનાથ મહાદેવ ઉપર શિવભક્તોને અતૂટ શ્રદ્ધા છે. કારતક વદ બીજના દિવસે માંગનાથ મહાદેવનું અવતરણ થયું હોવાથી, દર વર્ષે આ દિવસને માંગનાથ મહાદેવના પાટોત્સવ તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે.
First published:

Tags: જૂનાગઢ, મહાદેવ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો