Home /News /kutchh-saurastra /પૂર પહેલાં પાળ બાંધી: વિલીંગ્ડન ડેમના મગર બચાવવા જૂનાગઢ મનપા મેદાને, જાણો શું કરી કામગીરી

પૂર પહેલાં પાળ બાંધી: વિલીંગ્ડન ડેમના મગર બચાવવા જૂનાગઢ મનપા મેદાને, જાણો શું કરી કામગીરી

જૂનાગઢના

જૂનાગઢના ઐતિહાસિક વિલીંગ્ડન ડેમ માં અનેક મગરો વસવાટ કરે છે, ત્યારે આ મગરોને ડેમ પરથી નીચે પટકાતી બચાવવા જૂનાગઢ મનપા દ્વારા આ સરાહનીય

જૂનાગઢના ઐતિહાસિક વિલીંગ્ડન ડેમ માં અનેક મગરો વસવાટ કરે છે, ત્યારે આ મગરોને ડેમ પરથી નીચે પટકાતી બચાવવા જૂનાગઢ મનપા દ્વારા આ સરાહનીય

    જૂનાગઢની (Junagadh) ઐતિહાસિક ધરોહર અને જૂનાગઢ શહેરનો મુખ્ય જળ સ્ત્રોત કહેવાતો વિલીંગ્ડન (Willingdon Dam)  ડેમ મગર સહિત અનેક જળચર જીવોનું મહત્વનું વસવાટ સ્થાન છે. દાતાર પર્વતની તળેટીમાં આવેલ આ વિશાળ ડેમમાં અસંખ્ય મગરો રહે છે. ખાસ કરીને ચોમાસામાં વરસાદી પાણીથી જ્યારે આ ડેમ ઓવરફ્લો થાય છે, ત્યારે તેમાં રહેતા અનેક મગરો (Crocodile) મૃત્યુ પામવાના અહેવાલ અવારનવાર સામે આવે છે.

    કેવી રીતે મૃત્યુ પામે છે મગર

    જૂનાગઢમાં આવેલા વિલીંગ્ડન ડેમમાં અનેક મગર વસવાટ કરે છે, ચોમાસા દરમિયાન વરસાદી પાણીથી જ્યારે વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થાય ત્યારે ઓવરફ્લો થતા પાણીની સાથે પાણીમાં તરતાં મગરો પણ ડેમની ઊંચાઈએથી નીચે જમીન પર પટકાઈ છે, જેના કારણે તે મૃત્યુ પામે છે.

    દર વર્ષે અનેક મગરના મૃત્યુ આ કારણે થાય છે

    ડેમમાંથી ઓવરફ્લો થતા પાણીની સાથે અનેક મગરો ડેમની બારીમાંથી બહાર નીકળી નીચે જમીન પર પટકાઈને મૃત્યુ પામે છે. જાણકારોના કહેવા પ્રમાણે દરવર્ષે લગભગ 5 થી 7 મગરોના મૃત્યુ આ કારણે થતાં હોય છે.

    મગરને પડતાં બચાવવા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા થઈ આ ખાસ વ્યવસ્થા:

    વિલીંગ્ડન ડેમમાં રહેતાં મગર જમીન પર પટકાઈને મૃત્યુ ન પામે તે માટે ડેમની 19 જેટલી ઓવરફ્લો બારીમાં લોખંડની ઝાળી ફિટ કરવામાં આવી છે. જેના કારણે બારીના મુખ માંથી માત્ર પાણી જ બહાર જઈ શકશે, જેના કારણે ચોમાસા દરમિયાન ડેમમાંથી નીચે પટકાઈને મૃત્યુ પામતા મગરોને અટકાવી શકાશે. ભૂતકાળમાં થયેલી આવી દુર્ઘટના ફરી બનવા ન પામે તે માટે મનપાની વોટર વર્ક્સ શાખા દ્વારા કમિશ્નર રાજેશ તન્નાના માર્ગદર્શનમાં વિલીંગ્ડન ડેમની ઓવરફ્લો સાઇડ પર ઝાળી ફિટ કરવામાં આવી છે. આ અંગે વોટર વર્ક્સના ઇજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું કે, ડેમની ઓવરફ્લો સાઇટ પર ઝાળી ફિટ કરવામાં આવી છે. પરિણામે, હવે ડેમ ઓવરફ્લો થાય તો પણ મગર નીચે પડશે નહીં, આ રીતે મગરનો બચાવ થાય તે માટે આ કામગીરી વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો થાય તે પહેલા જ પૂરી કરી દેવાઇ છે.

    આ અંગે જીવદયા પ્રેમીઓ શું કહે છે?

    ભૂતકાળમાં અનેક વખત અનિચ્છનીય બનાવોમાં મગરના મૃત્યુ થયાં છે, આ પહેલાં પણ મગરને બચાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે, ત્યારે આ વર્ષે ફરી એકવાર ડેમમાં જાળી ફિટ કરીને મગર બચાવવા પ્રયત્ન હાથ ધરાયો છે. જૂનાગઢ મનપા દ્વારા થયેલી આ કામગીરી બદલ જીવદયા પ્રેમીઓ મનપાની સરાહના કરી રહ્યાં છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Crocodile, જૂનાગઢ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन