Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: ગ્રાહકોના હિત માટે સોની વેપારીઓએ હડતાળ પાડી, કલેકટરને આવેદનપત્ર આપ્યું; જુઓ Video

જૂનાગઢ: ગ્રાહકોના હિત માટે સોની વેપારીઓએ હડતાળ પાડી, કલેકટરને આવેદનપત્ર આપ્યું; જુઓ Video

Junagadh

Junagadh HUID Strike : કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ HUID સિસ્ટમ ને લઈને જૂનાગઢ સોની વેપારીઓએ વિરોધ દર્શાવી, ગ્રાહકોના હિતમાં એક દિવસીય હડતાળ

Junagadh HUID Strike : કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ HUID સિસ્ટમ ને લઈને જૂનાગઢ સોની વેપારીઓએ વિરોધ દર્શાવી, ગ્રાહકોના હિતમાં એક દિવસીય હડતાળ

  જૂનાગઢ ચોક્સી બજારમાં સોની વેપારીઓએ આજરોજ તા.23મી ઓગષ્ટના રોજ પોતપોતાની દુકાનો બંધ રાખીને એક દિવસીય હડતાળ પાડી. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ HUID સિસ્ટમ ને લઈને સોની વેપારીઓએ એક દિવસની હડતાળ પાડી હતી. આ સંદર્ભે તેઓએ જૂનાગઢ કલેકટર કચેરી ખાતે જઈને કલેકટરને આ અંગેનું આવેદન પત્ર પણ આપ્યું હતું.

  કેન્દ્ર સરકાર દ્વારા તા.16મી જૂન, 2021થી વિશ્વસનીય હોલમાર્ક સિસ્ટમ બંધ કરીને, સોનાના દાગીના ઉપર HUID સીસ્ટમ લાગુ કરેલ છે. આ જોગવાઇ અશક્ય, અઘરી અને જવેલર્સ માટે મૃત્યુઘંટ સમાન તો છે જ, પણ ગ્રાહકો, સામાન્ય નાગરીક માટે ભવિષ્યમાં મુશ્કેલી ઉભી કરનાર છે. આ ખર્ચાળ પધ્ધતીનો વિરોધ કરવા જૂનાગઢના સોની વેપારી જૂનાગઢ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

  આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ; HUID માર્કીંગ થવા માટેની પ્રોસીઝરને 4 થી 5 દિવસ લાગવાની શક્યતા છે અને આ પ્રક્રિયા કરવા માટે દુકાન ઉપર એક વધારાનો કોમ્પ્યુટરનો નિષ્ણાંત, એકાઉન્ટનો નિષ્ણાંત માણસ રાખવો પડશે. જેથી તેનો સમગ્ર ખર્ચ અંતે ગ્રાહક ઉપર આવશે અને દાગીનો મોંઘો થશે. HUID કાયદાની જોગવાઇ પ્રમાણે દાગીનાનું વજન ઉપરાંત નંગની ગણતરી રાખવાની છે, જે અશક્ય છે કારણ કે, બુટી જોડ-1 એટલે એકજ વસ્તુ કહેવાય, પરંતુ HUID કાયદા પ્રમાણે તે બે-બુટી બે-પેચ એમ ચાર પીસ કહેવાય એવું કહે છે. જ્યારે સ્થાયી ઇન્ડસ્ટ્રીઝ માં સમગ્ર વર્ક વજનથી થાય છે, નંગ-સંખ્યા તો ફરતી રહે છે. તેવી સ્થિતિમાં વેપારીઓ અને ગ્રાહકો બંનેને મુશ્કેલી પડવાની છે.

  એકજ વેપારી દ્વારા બુટી બનાવવામાં આવે ત્યારે, બંને બુટીનું વજન જુદું હોય શકે, ત્યારે વેપારીએ બંને બુટીનું વજન યાદ રાખવું પડશે. આ ઉપરાંત ઘરેણાં પર નરી આંખે પણ ન દેખાય તેવા અંકિત થયેલા નંબરો જોવા બિલોરી કાચ રાખવા પડશે. નંબર જોઈને તેને બિલમાં લખવા પડશે.

  HUID થી જવેલર્સ વ્યવસાયની દાગીનો બદલાવી દેવાની, રીપેર કરી દેવાની કે નમુના પ્રમાણે, માપ પ્રમાણે, બનાવી દેવાની જે રૂઢી છે તે બંધ થઇ જશે, કારણ કે આ બધુ કરવા માટે પહેલા ગણતરીની મિનિટો કે કલાકો જ થતી, પણ હવે આના માટે પણ ફરીથી HUID સીસ્ટમમાં જવાનું, જટીલ પ્રક્રિયા કરવાની, ફરીથી કાગળીયા તૈયાર કરવાનાં અને લાગતો ખર્ચ ગ્રાહક પાસેથી લેવાનો થશે, જે આપવા ગ્રાહક કદી તૈયાર જ નહી થાય! જેથી વેપારી ગ્રાહક વચ્ચે અથડામણ થવાની શકયતા છે.

  પહેલાની જેમ ગ્રાહક માટે પસંદગીનો એક દાગીનો તો બનશે જ નહીં કારણ કે સરકારશ્રીનાં આદેશ મુજબ HUID કરાવવા એક સાથે દશ-વીશ કે વધારે દાગીનાનો લોટ જ મોકલવાનો રહેશે. એકજ સીંગલ પીસ ને HUID નહીં થાય. આનાથી નાના વેપારી કારીગરો કે જેઓ નાના સેન્ટરમાં ઓર્ડર ઉપર દાગીના બનાવે છે, તેમણે પોતાનો વ્યવસાય બંધ જ કરવો પડશે! એટલે દરેક ગ્રાહકોએ વધારાનો ખર્ચ ભોગવવો પડશે અને નાના પ્રજાજનો જે પોતાના પરિવાર માટે પ્રસંગો માટે આગોતરૂ આયોજન કરી શકતા તે પણ નહીં કરી શકે તેથી સામાન્ય પ્રજાજનો મુશ્કેલીમાં મુકાશે.

  જે બાબતે સરકારને વિનંતતી કરતા આવેદનપત્ર આપતા જણાવ્યું કે, HUID ટેસ્ટીંગ માટે દાગીનાની તોડભાંગ કરવી પડશે તો, અંતે તો આ બધો ભાર ગ્રાહકોની કેડ ઉપર જ આવવાનો છે. જેનાથી દરેક દાગીના મોંઘા થશે અને વધારાના ખર્ચનો ભાર ગ્રાહક ઉપર જ આવશે. એટલે વેપારીને અને ગ્રાહક બંનેને રાહત આપવા આ કાયદો બંધ કરવા વિનંતી કરવામાં આવી છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Collector, Consumer, Jewelers, હડતાલ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन