Home /News /kutchh-saurastra /

માર્કેટિંગ યાર્ડમાં જણસીની મબલખ આવક, ખેડૂતોને મળી રહ્યાં છે પોષણક્ષમ ભાવ...

માર્કેટિંગ યાર્ડમાં જણસીની મબલખ આવક, ખેડૂતોને મળી રહ્યાં છે પોષણક્ષમ ભાવ...

Junagadh

Junagadh marketing yard

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ લાભ પાંચમથી ફરી કાર્યરત થયું છે, ત્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં જણસીની મબલખ આવક થઈ રહી છે...

    જૂનાગઢ:  દિવાળી વેકેશન પૂર્ણ થતાં ધંધા-રોજગાર રાબેતા મુજબ કાર્યાન્વિત થયાં છે, ત્યારે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં પણ જણસીની આવક શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને મગફળી અને સોયાબિનની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. ખેડૂતોને જણસીનો પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે, ત્યારે મોટા પ્રમાણમાં ઉત્પાદિત થયેલ વિવિધ પ્રકારની જણસી ખેડૂતો વેંચાણ માટે માર્કેટિંગ યાર્ડ ખાતે લાવી રહ્યાં છે.

    દિવાળીના તહેવારોને લઈને ગત તા.1 નવેમ્બર થી તા.8મી નવેમ્બર સુધી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ બંધ રહ્યું હતું. જે ગત તા.9મી નવેમ્બર લાભ પાંચમના દિવસથી ફરી પાછું ધમધમતું થયું છે. જેને લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે જણસીની મબલખ આવક થઈ રહી છે. ખાસ કરીને ગત તા.9મી નવેમ્બર લાભ પાંચમના દિવસે કુલ 1119 ક્વીન્ટલ મગફળીની આવક થવા પામી હતી, જેનો રૂ.850 થી રૂ.1138 ભાવ ખેડૂતોને મળ્યો હતો.

    આ પણ વાંચો: અમદાવાદ ચોરીની નવી ટ્રિક- ગઠિયોએ ઘરે આવી કહ્યું તારા પપ્પાનો એક્સિડન્ટ થયો છે ઘરમાં જે પણ

    આ ઉપરાંત લાભ પાંચમના દિવસે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે 2950 ક્વીન્ટલ સોયાબિનની આવક થઈ હતી. જેનો રૂ.925 થી રૂ.1071 ભાવ ખેડૂતોને મળ્યો હતો. આ ઉપરાંત 686 ક્વીન્ટલ તલ, 490 ક્વીન્ટલ ધાણા, 312 ક્વીન્ટલ અડદ તથા 462 ક્વીન્ટલ ઘઉંની આવક થઈ હતી. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી પી.એસ.ગજેરાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે થતી ખુલ્લી હરરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યાં છે, ત્યારે દિનપ્રતિદિન જણસીની આવકમાં વધારો નોંધાય રહ્યો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Marketing yard, કમાણી

    આગામી સમાચાર