#JaiHindSamaan: જુનાગઢના વીર શહીદ વિજય મોજીદ્રાની શૌર્ય ગાથા

#JaiHindSamaan: જુનાગઢના વીર શહીદ વિજય મોજીદ્રાની શૌર્ય ગાથા
વિજય મોજીદ્રા

દેશ માટે શહીદ થનાર જુનાગઢના વિજય મોજીદ્રાની શહીદીને આજે પણ તેનો પરિવાર યાદ કરે છે અને તેણે કરેલા શૂરવીરતા માટે તેમને ગર્વ છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ તેમને શત શત નમન કરે છે. જય હિંદ

 • Share this:
  દેશની સીમા કરતા અનેક જવાનો શહીદ થયા છે. જેના પર દેશના દરેક નાગરિકને ગર્વ છે.પરતું જે જવાન શહીદ થયા તેમના પરિવાર જનો દુખી થવાને બદલે તેમના એ પુત્ર પર ગર્વ કરતા હોય.તેવો એક એહવાલ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ. દેશ માટે શહીદ થનાર શહીદો માટે આજે પણ દેશ ગૌરવ અનુભવે છે અને તેની શહીદી માટે આજે તેમનો પરિવાર સન્માન અને ગૌરવની લાગણી અનુભવે છે વાત છે જુનાગઢના વિર શહીદ વિજય મોજીદ્રા ના પરિવારની. પોતાના દેશ માટે બલિદાન આપનાર વિજયના પિતાજી તેની નાનપણની યાદો તાજા કરતા કહે છે કે વિજયને નાનપણથી આર્મીનો શોખ હતો તેણે બાળપણમાં એક ફોજી જેવો ડ્રેસ પહેરે તેવો ડ્રેસ જીદ કરીને સીવડાવ્યો હતો અને તે કહેતો કે મારે આર્મીમાં નોકરી કરવી છે તમે માતા પીતે બન્ને મને પરવાનગી આપો. પિતા અને માતા વિજયની વાતથી સહમત થયા અને તેમને સેનામાં જોડાવાની હા પાડી.

  વિજય મોજીદ્રાનો જન્મ ૧૯૬૭ માં કુતિયાણા ખાતે થયો હતો. બચપણથી સેનામાં જોડાવાની લાગણીએ તેમને તેમના મુકામ સુધી પહોચવા મદદ કરી.વર્ષ ૧૯૮૮ માં સાગર મુકામે વિજયની સેનામાં જોડાવાની ટ્રેનિંગ શરુ થઇ અને ત્યાર બાદ તેને કાશ્મીરમાં પોસ્ટીંગ મળ્યું. તેમણે આર્મી જવાન બનતા મને પત્ર લખ્યો હતો અને હું ખુબ ખુશ છુ તેમાં જણાવ્યું હતું. બાદ માં તેણે વધુ નોકરી કાશ્મીરમાં પોસ્ટીંગ મળ્યું અને તે ત્યાં પોતાની ફરજ બજાવતો હતો. વિજય મોજીદ્રા કાશ્મીરમાં પોસ્ટીગ પર હતા. તેમની સાથે કેટલાક જવાનો અને ઉચ્ચ અધિકારીઓ પણ કશ્મીરમાં આતંકિઓનો ખાતમો બોલાવી રહ્યા હતા.
  વાત છે 27 ઓક્ટોબર 1993ની જ્યારે પાકિસ્તાનને નાપક ચાલ ચાલી. ભારતીય સેના સીમા સુરક્ષા માટે કેટલું ખાનગી કાર્ય કરી રહી હતી.પરતું એ દિવસે આર્મીના મજૂરો દેખાયા નહી.તો સેનાના ઉચ્ચ અધિકારીઓએ વિજયને કહ્યું કે આપણે તેમને શોધવા જવું જોઈએ. બપોર થઈ ચુકી છે અને હજુ તેઓ દેખાયા નથી. બપોરનો સમય હોવાથી ખાલી વિજય અને એક ઉચ્ચ અધિકારી સર્ચમાં નિકળ્યા જ્યારે અન્ય જવાનો આરામમાં હતા. વિજયએ પોતાની એલએમજી સાથે લીધી હતી તો તેમની સાથે આવેલા અધિકારીએ માત્ર પિસ્તોલ પોતાની પાસે રાખી. તેઓને પાકિસ્તાનની એ નાપાક હરકતનો ખ્યાલ નહતો.


  જે મજૂરો સેનાનું કામ કરી રહ્યા હતા. તેઓએ પાકિસ્તાનની સેના અને આતંકીઓ સાથે હાથ મિલાવી દીધો હતો. જેવા વિજય અને અન્ય અધિકારીની નજરા આ મજૂરો પર પડી. કે આતંકીઓ એ બન્ને પર ગોળીબારી શરૂ કરી દીધી. કંઈ પણ સમજ પડે તે પહેલા અધિકારીને ગોળી વાગી અને તેઓ શહિદ થયા.પરતું વિજય એક પથ્થર પાછળ સંતાઈને આતંકીઓને જવાબ આપતો રહ્યો. વિજયે 8 આતંકિઓનો ખાત્મો બોલાવી દીધો. પોતાની એલએમજી અને સાથે જ 2 ગ્રેનેડ ફેકી આતંકીઓના મનસૂબાને પાર પાડવામાં નિષ્ફળ કરી દીધા.પરતું એ દરમિયાન વિજયને 2 ગોળી માથા ભાગે વાગી અને તેઓ પણ શહિદ થયા.

  વિજયની બહાદુરીને જોતા તેમને શૌર્ય ચન્દ્રક આપવામાં આવ્યો. શૌર્ય ચંદ્રક ગુજરાતમાં માત્ર બે શહીદ ને મળ્યો છે કે 1 માંગરોળ ના શેખ અને બીજો વિજય મોજીદ્રાને.પરિવાર માટે કમનસીબી એ પણ હતી કે જે દિવસે વિજય શહિદ થયા તે દિવસ તેમની સગાઈની વિધિ અમદાવાદમાં ચાલી રહી હતી.પણ પરિવાર ખુશી મનાવે તે પહેલા વિજયની શહિદીના સમચાર મળ્યા. તો મોજીદ્રા પરિવારની સુપુત્રીએ જણાવ્યું હતું કે મને ગૌરવ છે કે મારા મોટા પાપા એ દેશ માટે શહીદી વહોરી છે

  દેશ માટે શહીદ થનાર વિજય મોજીદ્રાની શહીદીને આજે પણ તેનો પરિવાર યાદ કરે છે અને તેણે કરેલા શૂરવીરતા માટે તેમને ગર્વ છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ તેમને શત શત નમન કરે છે. જય હિંદ
  Published by:Chaitali Shukla
  First published:December 09, 2020, 10:44 am

  ટૉપ ન્યૂઝ