Junagadh News: કોરોના સંક્રમણને (Covid-19) કારણે છેલ્લાં લાંબા સમયથી અનેક ટ્રેનો (Railway) બંધ કરવામાં આવી હતી, જે પછી હાલમાં કોરોનાની બીજી લહેર બાદ કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે, ત્યારે અનેક ટ્રેનો રાબેતા મુજબ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અમરેલી- વેરાવળ-અમરેલી મિટર ગેજ ટ્રેન (Indian Railway) તથા અમરેલી-જૂનાગઢ-અમરેલી મિટર ગેજ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા લેવાયો છે.
છેલ્લાં કેટલાક દિવસોથી ઉઠતી યાત્રિકોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રેલવે બોર્ડે પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની અમરેલી-વેરાવળ-અમરેલી (09508/09505) અને અમરેલી-જૂનાગઢ-અમરેલી (09539/09540) મીટરગેજ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ વિશેષ ટ્રેનોનું ભાડુ મેલ/એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચના ભાડા જેટલું રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ તકે રેલવે એડમિનિસ્ટ્રેશન દ્વારા મુસાફરોને માસ્ક પહેરવા, સામાજિક અંતરની પ્રેક્ટિસ કરવા, સેનિટાઇઝરનો ઉપયોગ કરવા અથવા મુસાફરી દરમિયાન વારંવાર સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા અને COVID-19 ના તમામ પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર