સાધ્વીએ કર્યા ખુલાસા...ક્યા રોક્યા છે કરોડો રૂપિયા જાણો

VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 3:48 PM IST
સાધ્વીએ કર્યા ખુલાસા...ક્યા રોક્યા છે કરોડો રૂપિયા જાણો
અમદાવાદઃસાધ્વી જયશ્રી ગીરી છેતરપિંડી કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.પોલીસને સાધ્વીએ રુપિયા ક્યાં ઈન્વેસ્ટ થયા છે તેની માહિતી મળી ગઈ છે ત્યારે પોલીસે આ સમગ્ર મામલે ઈડીને પણ જાણ કરી દીધી છે.સાધ્વીએ પોલીસ સમક્ષ ખુલાસા કર્યા છે. ઈટીવી ન્યુઝ પાસે માહિતી આવી છે જેમાં સાધ્વીએ રિયલ એસ્ટેટમાં રુપિયા રોક્યાનું જાણવા મળે છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: February 2, 2017, 3:48 PM IST
અમદાવાદઃસાધ્વી જયશ્રી ગીરી છેતરપિંડી કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.પોલીસને સાધ્વીએ રુપિયા ક્યાં ઈન્વેસ્ટ થયા છે તેની માહિતી મળી ગઈ છે ત્યારે પોલીસે આ સમગ્ર મામલે ઈડીને પણ જાણ કરી દીધી છે.સાધ્વીએ પોલીસ સમક્ષ ખુલાસા કર્યા છે. ઈટીવી ન્યુઝ પાસે માહિતી આવી છે જેમાં સાધ્વીએ રિયલ એસ્ટેટમાં રુપિયા રોક્યાનું જાણવા મળે છે.

સાધ્વી છેતરપિંડીના ગુનામાં પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કરી દેતા પોલીસને સાથો સાથ ઈડી પણ દોડતી થઈ ગઈ છે.મળતી માહિતી પ્રમાણે સાધ્વીનુ કહેવુ છે કે તેના મોટા ભાગના રુપિયા બિલ્ડીંગ કન્સ્ટ્રકશનમાં રોકાણ કર્યા છે.સાધ્વીએ તપાસમાં શૈલેષ જોષી નામના બિલ્ડરનુ નામ પણ આપ્યુ છે જેથી પોલીસે તે બિલ્ડરનો પણ સંપર્ક હાથ ધર્યો છે.પોલીસને આ માહિતી મળી આવતા પોલીસે તાત્કાલિક ઈડીને જાણ કરી દીધી છે જેથી ઈડી પણ મનીલોંડરીંગ કેસની તપાસ કરશે.

પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે કે આ સિવાય કરોડો રુપિયા તેને વ્યાજે આપ્યા છે જેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરુ કરી છે.બીજી મહત્વની વાત એ પણ સામે આવી છે કે સાધ્વી સામે છેલ્લા સાત દિવસમાં બનાસકાંઠામાં કુલ પાંચ ફરિયાદ દાખલ થઈ ગઈ છે. જેમાં છેતરપિંડી,અપહરણ,ખંડણી સહિતના ગુનાઓ છે ત્યારે અમદાવાદમાં પણ એક ફરિયાદ દાખલ થયુ છે.

પોલીસનુ કહેવુ છે કે સાધ્વી કેટલાક ફરિયાદીની કારો પણ લઈ લીધી છે જેથી તે અલગ-અલગ કારો કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.મહત્વનુ એ પણ છે કે આ પાંચમાંથી એક ફરિયાદી મુંબઈના રહેવાસી છે.નોંધનીય છે કે સાધ્વી સામે વિવાદ ઉભો થતા કુલ છ ફરિયાદ તો દાખલ થઈ ગઈ છે ત્યારે અનેક ફરિયાદો અન્ય દાખલ થવાની શક્યતા રહેલી છે.

સાધ્વી કેસમાં ન્યુઝ18 ઇટીવી પાસે ચોંકાવનારો ખુલાસો

સાધ્વીએ પોલીસ સમક્ષ કર્યુ કબૂલાતનામું
મોટાભાગનાં રૂપિયા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનમાં ઇન્વેસ્ટ કર્યા
બનાસકાંઠા પોલીસે EDને કરી જાણ
મની લોન્ડરિંગ કેસની પણ કરાશે તપાસ

અત્યાર સુધી જયશ્રીગીરી સામે 6 ફરિયાદ નોંધાઈ
2 કિલો 400 ગ્રામ સોનુ, 1 કરોડથી વધારે રોકડની ઠગાઈની ફરિયાદ
પ્રોહિબીશનને લઈ બીજી ફરિયાદ નોંધાઈ હતી
સાધ્વી સામે ચિરાગ રાવલ ગુમ થયાની પણ ફરિયાદ નોંધાઈ
પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં શશિકાન્ત જોષીએ નોંધાવી ફરિયાદ
સાધ્વીએ 50 લાખની ખંડણી માગી હોવાનો આરોપ
ભરત વેડાએ વડગામ પોલીસમાં પૈસા મામલે નોંધાવી ફરિયાદ
જિલ્લામાં કુલ 5 અને અમદાવાદમાં એક ફરિયાદ નોંધાઈ
First published: February 2, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर