Home /News /kutchh-saurastra /

fighter plane in junagadh: 1.5 ટન વજનનું એરક્રાફ્ટ જૂનાગઢ આવી પહોંચ્યું, ટૂંક સમયમાં શહેરની શોભા વધારશે

fighter plane in junagadh: 1.5 ટન વજનનું એરક્રાફ્ટ જૂનાગઢ આવી પહોંચ્યું, ટૂંક સમયમાં શહેરની શોભા વધારશે

aircraft

aircraft reached Junagadh

fighter plane in junagadh: શહેરના ગાંધીચોકમાં ઇન્ડિયન એરફોર્સનું (Indian air Force) ફાઇટર પ્લેન મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઈને ગાંધીચોકમાં (Gandhi chok) પ્લેન મુકવા માટેનું પ્લેટફોર્મ હાલ બની ચૂક્યું છે.

    Junagadh news: વર્ષ 2020ની 24મી નવેમ્બરના રોજ મળેલી જૂનાગઢ મહાનગરપાલિકામની (Junagadh Municipal Corporation)સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અગાઉ લેવાયેલ નિર્ણય મુજબ શહેરના ગાંધીચોકમાં ઇન્ડિયન એરફોર્સનું (Indian air Force) ફાઇટર પ્લેન મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેને લઈને ગાંધીચોકમાં (Gandhi chok) પ્લેન મુકવા માટેનું પ્લેટફોર્મ હાલ બની ચૂક્યું છે. આ ઉપરાંત ગાંધીચોકની શોભામાં વધારો કરવા માટે ઇન્ડિયન એરફોર્સનું એરક્રાફ્ટ પણ જૂનાગઢ શહેરમાં આવી પહોંચ્યું છે.

    ગત વર્ષે જૂનાગઢ કમિશનર તુષાર સુમેરા દ્વારા લેવાયેલ નિર્ણયની અમલવારી કરીને, જૂનાગઢમાં એરક્રાફ્ટ લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે પછી તેઓની બદલી થતાં, આ કામગીરીમાં વિલંબ આવ્યો હતો. આખરે બહુ લાંબા સમય બાદ જૂનાગઢની શોભામાં વધારો થવા જઈ રહ્યો છે. ગાંધીચોકમાં આકર્ષણનું કેન્દ્ર બનશે, તેવું ફાઇટર પ્લેન અલગ-અલગ વિભાગોમાં જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યું છે.

    અગાઉ જાહેર કરેલી માહિતી પ્રમાણે; જૂનાગઢ આવેલું એરક્રાફ્ટ જોધપુર એરબેઝથી લાવવામાં આવ્યું છે. જે એરક્રાફ્ટ એરફોર્સનું ટ્રેનર એરક્રાફ્ટ મોડેલ છે. આ ટ્રેનર એરક્રાફ્ટનું મોડેલ યુઝ થઈ ગયેલું અને તેની સમય અવધિ પૂર્ણ કરી દીધેલું છે. આશરે 1.5 ટન વજન ધરાવતાં આ એરક્રાફ્ટના અલગ-અલગ ભાગોને 20થી વધુ પૈડાવાળા ટ્રકમાં જૂનાગઢ લાવવામાં આવ્યું છે. આ પ્લેન માટે જૂનાગઢ મહાનગરપાલિકાને ટ્રાન્સપોર્ટેશન, ઈન્સ્ટોલેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિવાય અન્ય કોઈ ખર્ચ થયો નથી!

    હાલ એરક્રાફ્ટને રાખવા માટે, ગાંધીચોક ખાતે તેનું પ્લેટફોર્મ તૈયાર થઈ ચૂક્યું છે. મળતી માહિતી મુજબ; આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય થયા બાદ એરક્રાફ્ટને ગાંધીચોક ખાતે મુકવામાં આવશે. અલગ-અલગ વિભાગોમાં આવી પહોંચેલા એરક્રાફ્ટને જોડવા માટે દિલ્હીથી ડેલીગેશન ટિમ અને ટેક્નિકલ ટિમ આવશે, ત્યારબાદ તેને શહેરના ગાંધીચોકમાં ગોઠવવામાં આવશે. એરક્રાફ્ટના સફળ ઈન્સ્ટોલેશન પછી, તેને લોકોના પ્રદર્શન માટે ખુલ્લું મુકાશે. ગાંધીચોક ખાતે ઇન્સ્ટોલ થનાર એરક્રાફ્ટથી લોકો માહિતગાર થશે અને યુવાનો ભારતીય સૈન્યમાં જોડાવા માટે પ્રેરણા લેશે.
    First published:

    Tags: Aircraft, Gujarati News News, Indian Air Force, Junagadh news

    આગામી સમાચાર