Home /News /kutchh-saurastra /Independence Day : સ્વાતંત્ર્ય પર્વના રંગે રંગાઈ 'જૂનાગઢની દીવાલો,' રાજ્યકક્ષાની થશે ઉજવણી

Independence Day : સ્વાતંત્ર્ય પર્વના રંગે રંગાઈ 'જૂનાગઢની દીવાલો,' રાજ્યકક્ષાની થશે ઉજવણી

X
જૂનાગઢવાસીઓમાં

જૂનાગઢવાસીઓમાં જાગૃતિ ફેલાવવા જયશ્રી રોડ પર વોલ પેઇન્ટિંગ બનાવાયા, જુઓ વિડીયો..

Junagadh News : આગામી તા.15મી ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે થનાર છે, ત્યારે જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા જૂનાગઢના જયશ્રી ટોકીઝ રોડ પર વોલ પેઇન્ટિંગ કરાયા

    આગામી તા.15મી ઓગષ્ટના (15th August)  રોજ સ્વાતંત્ર્ય દિનની (Independence day)  રાજ્ય કક્ષાની ઉજવણી જૂનાગઢ (Junagadh)  ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં થનાર હોય, ત્યારે મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને, જૂનાગઢ રેન્જ ના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા (SP Junagadh)  રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાની પોલોસને સતર્ક કરી, ખાસ ઝુંબેશ હાથ ધરી, કડક કાર્યવાહી કરવામાં આવેલ છે, સાથોસાથ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટે પણ કાર્યવાહી કરવામાં આવેલ છે.

    જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ હેડ કવાર્ટર ના પીએસઆઇ પિયુષ જોશી તથા સ્ટાફને સાથે રાખી, જૂનાગઢના જાણીતા ચિત્રકાર દીપેન જોશી, ધર્મેશભાઈ પરમાર, રિમ્પલ વેકરીયા, એફ.એમ.રેડીઓ જૂનાગઢના આર.જે. અજયના સહયોગથી પોલીસ હેડ કવાર્ટર ની દીવાલ ઉપર ભીંતચિત્રો દોરી, ટ્રાફિક નિયમોના પાલન, મહિલા સશક્તિકરણ, સાયબર ફ્રોડ, કોરોના બાબતે સાવચેતી આપતા ભીંતચિત્રો દ્વારા લોકોને જાગૃત કરવા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

    જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢના જાણીતા ચિત્રકાર દીપેન જોશી, ધર્મેશભાઈ પરમાર, રિમ્પલ વેકરીયાના સહયોગથી આશરે 20 થી 25 બાળકો દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ની દીવાલ ઉપર ચિત્રો દોરી, જૂનાગઢવાસીઓમાં જાગૃતિ લાવવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે. ચિત્રો દોરતા બાળકો પણ ખૂબજ રસપૂર્વક ચિત્રો દોરી રહ્યા છે, ત્યારે જૂનાગઢ પોલીસના સહયોગથી જૂનાગઢવાસીઓમાં જાગૃતિ ફેલાવવા કરવામાં આવેલ પ્રયાસ અભિનંદનને પાત્ર છે.

    આમ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં  જૂનાગઢ ખાતે 15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનના રાજ્યકક્ષાના કાર્યક્રમના અનુસંધાને ગુન્હેગારોને અંકુશમાં લેવા જુદાજુદા વિસ્તારોમાં ખાસ ઝુંબેશ અન્વયે કોમ્બિન્ગ કરી, કાર્યવાહીની સાથે સાથે સમાજમાં બનતા ગુન્હાઓ બાબતે સાવચેત રહેવા ભીંતચિત્રો દ્વારા નવતર પ્રયોગ હાથ ધરી, જુનાગઢવાસીઓમાં જાગૃતિ લાવવા પણ પ્રયાસ કરી રહ્યાં છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Independence Day 2021, Junagadh news, જૂનાગઢ

    विज्ञापन
    विज्ञापन