Junagadh News: જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મિશન મંગલમ (Mission Mangalam) યોજના દ્વારા જિલ્લાની ગ્રામિણ બહેનોના (Women Empowerment) સ્વસહાય જૂથોની આજીવિકા હેતુથી આજરોજ તા.25 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી સુધી જૂનાગઢ શહેરના એ.જી.સ્કુલ ગ્રાઉન્ડ, આઝાદ ચોક (A.G.School Ground) ખાતે આઠ દિવસીય પ્રાદેશિક મેળાનું (Pradeshik Mela) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ અને તેની આજુબાજુના વિસ્તારમાં કાર્યરત સ્વસહાય જૂથની બહેનો દ્વારા વિવિધ વસ્તુઓના સ્ટોલ નાખવામાં આવ્યાં છે.
આ મેળામાં 35 થી વધુ સ્ટોલોમાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા તૈયાર થયેલ વિવિધ હસ્ત કળા, ગૃહ સુશોભન, બહેનો-ભાઇઓ-બાળકો પરિવારના સભ્યો માટે વિવિધ ચીજ વસ્તુઓ, ઘરવખરી, વિવિધ પ્રકારના નાસ્તાઓ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ સહિતની વૈવિધ્યપૂર્ણ વસ્તુઓનું વેંચાણ કરવામાં આવી રહી છે. પ્રાદેશિક મેળાથી સ્વસહાય જુથની બહેનોની ચીજ-વસ્તુઓના વેંચાણથી આર્થિક ઉપાર્જન અને તેમના પરિવારમાં આજીવિકાનું સર્જન થશે.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અર્જુન ક્રિષ્ન અહિરે જણાવ્યું કે, જૂનાગઢ શહેરમાં યોજાયેલ ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા બનાવવામાં આવેલી જુદીજુદી હસ્તકલા, ઘરવખરી, ખાદ્યવસ્તુઓ, ગૃહ સુશોભનની વસ્તુઓ વગેરેના વેંચાણ માટેના ફન એન્ડ ફૂડ સાથેના પ્રાદેશિક મેળાનું આયોજન થયું છે, ત્યારે જૂનાગઢવાસીઓની અપીલ કરતા જણાવાયું કે, આ આઠ દિવસીય મેળાનો અચુકથી લાભ લે અને સ્વસહાય જૂથની બહેનો દ્વારા ઉત્પાદિત થયેલ વસ્તુઓ અહીંથી ખરીદે, જેથી ગ્રામ્ય વિસ્તારોની આત્મનિર્ભર બહેનોને આજીવિકા મળી રહે.
આ મેળામાં ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા દ્વારા મેળાના આકર્ષણ રૂપે એક ફોટો સ્ટુડિયોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફેમિલી ફોટોગ્રાફી, પાસપોર્ટ ફોટોગ્રાફ ખુબજ ન્યૂનતમ દરે કાઢી આપવામાં આવે છે. જે ફોટો સ્ટુડિયો મેળાનું આકર્ષણ બન્યું છે.
આ મેળામાં તમામ લોકો વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકશે. પ્રાદેશિક મેળો સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવશે. જે સંદર્ભે જૂનાગઢના નગરજનોને આ પ્રાદેશિક મેળાની મુલાકાત લેવા જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અનુરોધ કરાયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર