Home /News /kutchh-saurastra /

જૂનાગઢ : ઈચ્છાપૂર્ણ ઝૂલેલાલ મંદિર ખાતે ચાલીયા પર્વનો શુભારંભ, 40 દિવસ સુધી થશે વ્રત-પૂજા

જૂનાગઢ : ઈચ્છાપૂર્ણ ઝૂલેલાલ મંદિર ખાતે ચાલીયા પર્વનો શુભારંભ, 40 દિવસ સુધી થશે વ્રત-પૂજા

ઈચ્છાપૂર્ણ

ઈચ્છાપૂર્ણ ઝૂલેલાલ મંદિર ખાતે ચાલીયા પર્વનો શુભારંભ, ચાલીસ દિવસ સુધી થશે વિશેષ વ્રત-પૂજા

junagadh News : જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ઈચ્છાપૂર્ણ ઝૂલેલાલ મંદિર ખાતે પરંપરાગત રીતે ઉજવાતા અખંડ જ્યોતિ મહોત્સવ એટલે કે ચાલીયા પર્વનો શુભારંભ

    સિંધી સમુદાય દ્વારા પરંપરાગત રીતે ઉજવાતા અખંડ જ્યોતિ મહોત્સવ એટલે કે ચાલીયા પર્વનો શુભારંભ આજરોજ તા.30મી જુલાઈ થી થઈ ગયો છે. જેમાં સિંધી સમાજ દ્વારા ચાલીસ દિવસ સુધી વ્રત-ઉપવાસ રાખીને ભગવાન ઝૂલેલાલજીના વિશેષ પૂજન-અર્ચન સાથે સવાર-સાંજ કથા-કીર્તનનું આયોજન થશે. જે તહેવારમાં ભગવાન ઝૂલેલાલજીના મંદિરને વિશેષ રીતે સુશોભિત કરવામાં આવે છે અને મંદિરોમાં કથા, આરતી, ભજન-કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે.

    જે દરમિયાન જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ઈચ્છાપૂર્ણ ઝૂલેલાલ મંદિર ખાતે ચાલિયા પર્વની વિશેષ ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે. આજથી શરૂ થયેલ સિંધી સમાજના આ મહાપર્વમાં કેટલીક પરંપરાગત વિધિ પરિપૂર્ણ કરીને ભગવાન ઝૂલેલાલજીની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે સિંધી સમાજના અનેક ભાઈઓ-બહેનોએ આસ્થાપૂર્વક ભાગ લીધો હતો.

    જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ઈચ્છાપૂર્ણ ઝૂલેલાલ મંદિર ખાતે પ્રતિ વર્ષ સમસ્ત સિંધી સમાજ દ્વારા ચાલિયા મહાપર્વની ઉમંગ અને ઉત્સાહપૂર્વક ઉજવણી થતી હોય છે, પણ ગત બે વર્ષમાં કોરોના મહામારીને કારણે આ ઉજવણી સાદાઈથી કરવામાં આવી હતી. આ વર્ષે ફરી સરકારની ગાઈડલાઇન્સ મુજબ સિંધી સમાજ દ્વારા ચાલિયા મહાપર્વની ધામધૂમથી ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

    ભગવાન ઝૂલેલાલજીના આ મહાપર્વમાં જલની આરાધના કરવામાં આવે છે. જે સિંધી સમાજનો સૌથી મોટો પર્વ છે. એક માન્યતા મુજબ; ભગવાન ઝૂલેલાલ વરુણદેવના રૂપમાં અવતરિત થઈને પોતાના ભક્તોના કષ્ટો દૂર કરે છે. જે લોકો ચાલીસ દિવસ સુધી પરંપરાગત વિધિ-વિધાન અનુસાર પૂજન-અર્ચન કરે છે, તેના બધા દુઃખ દૂર થાય છે. ચાલિયા પર્વને અનુસંધાને ઝૂલેલાલ મંદિર ખાતે પ્રગટાવવામાં આવેલ જ્યોતની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે તથા પ્રત્યેક શુક્રવારે ભગવાનનો અભિષેક તેમજ વિશેષ આરતી કરવામાં આવશે. ચાલીયા પર્વની પૂર્ણાહુતિ આગામી તા.7 સપ્ટેમ્બર, 2021 ના રોજ થશે, તેવું ઝૂલેલાલ મંદિરના સેવક વિનોદભાઇ ભંભાણીએ જણાવ્યું હતું.
    First published:

    Tags: Chaliya parva, Junagadh news, Sindhi Community, જૂનાગઢ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन