લગ્ન જીવનના 12045 દિવસની સ્મૃતિમાં દંપતિએ જળસંચય માટે રૂ 12045નું દાન કર્યું

News18 Gujarati
Updated: May 8, 2018, 8:53 PM IST
લગ્ન જીવનના 12045 દિવસની સ્મૃતિમાં દંપતિએ જળસંચય માટે રૂ 12045નું દાન કર્યું
????????????????????????????????????

  • Share this:
એક તરફ જમીન વિકાસ નિગમના અધિકારીઓએ મસમોટુ કૌભાંડ આદર્યુ છે ત્યારે આ જ વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીએ જળસંચય માટે દાન આપી ઉદાહરણ પુરુ પાડ્યું છે. જમીન વિકાસ નિગમમાં ફરજ બજાવતા હમીરભાઇ રામે તેમનાં સાંસારીક

દાંપત્ય જીવનનાં ૩૩ વર્ષ પુર્ણ કર્યા હોય તેમણે અને તેમના પત્નિ નયનાબેને 33 વર્ષના દાંપત્ય જીવનની સ્મૃતિને યાદગાર બનાવવા દાંપત્ય જીવનનાં ૧૨૦૪૫ દિવસ મુજબ દરરોજનાં રૂા. એક લેખે કુલ ૧૨૦૪૫ રૂા.નો ચેક તળાવ ઉંડા કરવાની કામગીરી માટે આર્થિક યોગદાન સ્વરૂપે જુનાગઢ કલેકટર ડો. સૈારભ પારઘીને અર્પણ કર્યો હતો.

જળસંગ્રહ ની પ્રવૃતિ સાથે તેમની કામગીરી કરી રહ્યા છે. તેમણે છેલ્લા આઠ વર્ષમાં ઉપલેટા ધોરાજી વિસ્તારમાં લોકોને સાથે રાખી લોકભાગીદારીથી ૮૩ તળાવ ઉંડા કરાવ્યા છે. તેમણે અત્યાર સુધીમાં ૪૦ લાખ ઉપરાંતની લોકભાગીદારી એકત્ર કરી આ રકમમાંથી ૪૦૯ લાખ જેટલી માતબર રકમ દ્વારા જળસંચયના કાર્યો કરી ચુક્યા છે.રાજ્ય સરકારે જળસંચયના કાર્યોનો પ્રારંભ કર્યો છે. ગામે ગામ તળાવ, ચેકડેમ, નદી-વોકળામાં રહેલા માટી કે કાંપને દુર કરી જળસંગ્રહ કરવા એક અભિયાન ચાલી રહ્યુ છે. હમીરભાઇએ પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે પ્રકૃતિનાં પાંચ તત્વો પૈકી જળ એ જીવનનું અમૃત છે. તેને સમજીને ઉપયોગ કરીએ અને સંચય કરીએ એ જ સાચી સમજદારી છે.

(માહિતી સ્ત્રોત: ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ)
First published: May 8, 2018, 8:53 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading