Home /News /kutchh-saurastra /

જૂનાગઢ સિવિલમાં એક મહિનામાં 686 પ્રસુતિ થઈ, દર એક કલાકે થાય છે એક નોર્મલ ડિલિવરી

જૂનાગઢ સિવિલમાં એક મહિનામાં 686 પ્રસુતિ થઈ, દર એક કલાકે થાય છે એક નોર્મલ ડિલિવરી

Junagadh

Junagadh Civil Hospital

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગત નવેમ્બર મહિનામાં કુલ 686 જેટલી ડિલિવરી કરવામાં આવી, જુઓ Video...

    જૂનાગઢ:  સિવિલ હોસ્પિટલની (Junagadh Civil Hospital) ઉપલબ્ધીમાં ફરી એકવાર વધારો થયો છે. ચાલુ વર્ષે ગત નવેમ્બર મહિનામાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે 686 જેટલી સફળ ડિલિવરી (Delivery) કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગ (Gynec Ward) દ્વારા કાઢવામાં આવેલ તારણ મુજબ દર કલાકે એક નોર્મલ ડિલિવરી અને દર અઢી કલાકે એક સિઝેરિયન ડિલિવરી કરવામાં આવે છે.

    આ વિશે વિગતવાર માહિતી આપતાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લાં બે વર્ષથી ગાયનેક વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ક્રિષ્ના મહેતાએ જણાવ્યું કે, ગત વર્ષ 2020 માં સિવિલ હોસ્પિટલમાં કુલ ડિલિવરી 6971 નોંધાઇ છે, જ્યારે વર્ષ 2021 માં જાન્યુઆરી થી હાલ સુધીમાં 5513 ડિલિવરી નોંધવામાં આવી છે. જે અંતર્ગત ગત નવેમ્બર મહિનામાં કુલ 686 સફળ ડિલિવરી કરવામાં આવી છે. જે આંકડો અમદાવાદ સિવિલ હોસ્પિટલના સમકક્ષ છે, જે સિવિલ હોસ્પિટલના તમામ તબીબગણ તથા કર્મચારીઓ માટે ખુશીની વાત છે.

    આ પણ વાંચો: સુરત: 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ ઇંટ મારીને કરેલી હત્યા કેસમાં 16મીએ આવશે ચુકાદો

    તેઓએ વધુમાં જણાવ્યું કે, ઓછાં સ્ટાફગણ સાથે માત્ર એકજ મહિનામાં 686 જેટલી સફળ ડિલિવરી એ સિવિલ હોસ્પિટલ માટે એક મોટી ઉપલબ્ધી છે. ગત નવેમ્બર મહિનામાં થયેલ 686 ડિલિવરીમાંથી 312 સિઝેરિયન ડિલિવરી થઈ છે, જ્યારે અન્ય ડિલિવરી નોર્મલ રીતે કરવામાં આવી છે. આ આંકડો અગાઉ વર્ષ 2018-19 માં નોંધવામાં આવ્યો હતો. ગાયનેક વિભાગ દ્વારા કાઢવામાં આવેલ તારણ મુજબ દર કલાકે એક નોર્મલ ડિલિવરી અને દર અઢી કલાકે એક સિઝેરિયન ડિલિવરી કરવામાં આવે છે. નબળી પરિસ્થિતના લોકો તો સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવે જ છે, સાથોસાથ સધ્ધર લોકો પણ સિવિલ હોસ્પિટલમાં થતી સચોટ સારવાર અંગે માહિતગાર થઈને સારવાર માટે આવી રહ્યાં છે.

    આ પણ વાંચો: કઠલાલ કપડવંજ રોડ પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ યુવાનોના મોત

    ખાસ કરીને, ગીર-સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી જેવા છ જિલ્લાઓમાંથી આવતાં દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવતી સુવિધાઓનો લાભ લઈ રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં થતી નોંધનીય કામગીરીને લઈને, પ્રાઇવેટમાં જતાં દર્દીઓ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવી રહ્યાં છે. જેથી કરીને ગત વર્ષના છેલ્લાં ત્રણ માસની સરખામણીમાં આ વર્ષે 3 મહિનામાં વિવિધ સારવાર લેનારની સંખ્યામાં 66.78% નો વધારો નોંધાયો છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh news, જૂનાગઢ, જૂનાગઢના સમાચાર

    આગામી સમાચાર