Home /News /kutchh-saurastra /જૂનાગઢ: જિલ્લામાં કુલ 10,229 ઉમેદવારો GPSC Exam આપશે, આ વસ્તુઓ પરીક્ષા સ્‍થળમાં લઇ જવા પર પ્રતિબંધ

જૂનાગઢ: જિલ્લામાં કુલ 10,229 ઉમેદવારો GPSC Exam આપશે, આ વસ્તુઓ પરીક્ષા સ્‍થળમાં લઇ જવા પર પ્રતિબંધ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની પરીક્ષા હવે આગામી 20 માર્ચના રોજ યોજાશે

જૂનાગઢ જિલ્લા મથકમાં કુલ 42 પરીક્ષા સ્થળો પર કુલ 427 બ્લોકમાં કુલ 10229 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે, જાણો વિગતવાર માહિતી..

Junagadh News: ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 અને ગુજરાત નગરપાલિકા અધિકારી સેવા વર્ગ-2 ની પ્રાથમિક કસોટી આગામી તા.26 ડિસેમ્બર, 2021 ને રવિવારના રોજ (GPSC Date) સવારે 10 થી 1 અને બપોરે 3 થી 6 કલાક દરમિયાન બે સેશનમાં યોજાનાર છે.

જૂનાગઢ જિલ્લા મથકે કુલ 42 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવનાર છે. જૂનાગઢ જિલ્લા મથકમાં કુલ 42 પરીક્ષા સ્થળો પર કુલ 427 બ્લોકમાં કુલ 10229 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. જે સંદર્ભે જિલ્લા કલેક્ટર રચિત રાજ અને નિવાસી કલેક્ટર એલ.બી.બાંભણીયાના માર્ગદર્શન તેમજ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના સુપરવિઝન હેઠળ સ્ટ્રોંગ રૂમ કંટ્રોલર, ઝોનલ ઓફિસર, આસીસ્ટન્ટ કોર્ડીનેટર, 43 આયોગના પ્રતિનિધિ (વર્ગ-1,2), તકેદારી અધિકારી (વર્ગ-1,2), 43 સંચાલક અને અન્ય સ્ટાફની નિમણૂંક કરવામાં આવી છે.

પરીક્ષાના દિવસે સવારે 9 થી સાંજે 6.30 વાગ્યા સુધી નિયત કરાયેલ પરીક્ષા કેન્દ્રો બિલ્ડીંગોના વીસ્તારમાં નીચે મુજબના કૃત્‍યો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે. પરીક્ષા કેન્‍દ્રોની આસપાસ 200 મીટર વીસ્‍તારમાં કોઇપણ માર્ગ ઉપર કે ચોકમાં ગલીઓમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠાં થવું નહિં, સરઘસો કાઢવા નહીં, તેમજ સુત્રો પોકારવા નહીં,પરીક્ષા કેન્‍દ્રની આસપાસનાં 200 મીટરના વિસ્‍તારમાં કોપીઇંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વયવસાય કરતા-ઝેરોક્ષ મશીનો ધરાવતા ધંધાર્થીઓ-મશીન ધારકોએ તેમના કોપીંગ મશીન ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્‍તાવેજો કાગળોની નકલો કાઢવી નહીં. ઝેરોક્ષ મશીન બંધ રાખવા.

આ પણ વાંચો: સુરતમાં મુસ્લિમ મહિલાઓ જૈન પરિવારના ઘરે જઈને મકાન વેચવાનું કેમ પૂછી રહી છે? જાણો આખો મામલો

પરીક્ષામાં રોકાયેલા કેન્‍દ્રના સંચાલક, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવેલ છે; તે વોટરમેન, બેલમેન, કે જેઓ સક્ષમ અધિકારીઓ દ્વારા ઓળખ પત્ર આપવામાં આવ્‍યા છે. તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, સંચાલકો,વહીવટી કર્મચારીઓ,જાહેર જનતા કે ફરજ પરનાં તમામ પ્રકારનાં સરકારી કર્મચારીઓએ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્‍તુ અથવા ઈલેકટ્રોનિક્સ આઇટમ જેવીકે; મોબાઇલ ફોન, પેજર, કેલ્‍ક્યુલેટર વિગેરે પુસ્‍તક, કાપલી, ઝેરોક્ષ નકલો, પરીક્ષા સ્‍થળમાં લઇ જવા નહીં અને તેમાં મદદગારી કરવી નહીં.

આ પણ વાંચો: અમદાવાદનો પોલીસકર્મી વસંત પરમાર દારૂની ખેપ મારતા ઝડપાયો, ટુ વ્હિલર પર કરતો હતો હેરાફેરી

પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધીત કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત માણસો સિવાય કોઇએ પ્રતિબંધીત વિસ્‍તારમાં દાખલ થવુ નહીં, કોઇપણ ઇસમે કોઇ પણ તરકીબ વાપરી પરીક્ષાર્થીને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી કે કરાવવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ/ધ્યાનભંગ થાય તેવુ કૃત્ય કરવુ/કરાવવુ નહીં. આ હુકમ પોતાના અંગત ઉપયોગ માટે કોપીઇંગ મશીનનો વપરાશ કરતી વ્‍યકિતઓને તથા ફરજની રૂએ જે કર્મચારીઓને મુકિત આપવામાં આવી હોય, તેવી વ્‍યકિતઓને એકત્રિત થવાની જોગવાઇ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્‍યકિત સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું છે.
First published:

Tags: Collector, District, Exam, Examination, GPSC, Prohibition, Rules