Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: લારી-ગલ્લા હટાવવા અંગે મનપા કમિશનરે આપ્યું મહત્વનું નિવેદન

જૂનાગઢ: લારી-ગલ્લા હટાવવા અંગે મનપા કમિશનરે આપ્યું મહત્વનું નિવેદન

Municipal

Municipal Commissioner

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા લારી-ગલ્લાના દબાણો હટાવવાની કામગીરી અંગે કમિશનર દ્વારા મહત્વનું નિવેદન અપાયું.

    જૂનાગઢમાં અનેક મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા અવારનવાર સર્જાતી હોય છે, જેમાં બિનકાયદેસર દબાણ અને લારી-ગલ્લા કારણરૂપ સાબિત થતાં હોય છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર નડતરરૂપ થતાં લારી-ગલ્લા હટાવવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંગે જૂનાગઢ મહાનગરપાલિકા કમિશનર દ્વારા મહત્વનું નિવેદન અપાયું છે.

    જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય રસ્તાઓ જેવાકે; કોલેજ રોડ, મોતીબાગ રોડ, બસ સ્ટેશન, ઝાંઝરડા રોડ સહિતના મુખ્ય માર્ગો પર ઊભાં રહેતાં 150 થી વધારે લારી-ગલ્લાવાળા વેપારીઓને દૂર કરવામાં આવ્યાં છે. ગેરકાયદેસર રીતે મુખ્ય રસ્તાઓ ઉપર આવીને વેપાર કરતાં લારી-ગલ્લા ધારકોને અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે, તેમ છતાં નિયમોનું પાલન ન થતાં મહાનગરપાલિકા દ્વારા લારી-ગલ્લા દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

    જે વિષય પર જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર રાજેશ એમ. તન્નાએ જણાવ્યું હતું કે, લારી-ગલ્લા દૂર કરવાની કામગીરી એ સતત અને રૂટિનમાં થતી કામગીરીનો ભાગ છે. જૂનાગઢ શહેરમાં મુખ્ય માર્ગો તરીકે 12 રસ્તાઓને જાહેર કરવામાં આવ્યાં છે. આ મુખ્ય માર્ગોમાં કેટલાક માર્ગો સાંકળા હોવાથી અવારનવાર ટ્રાફિકની અને પાર્કિંગની સમસ્યા સર્જાતી હોય છે. આવા મુખ્ય રસ્તાઓ ઉપર જો કોઈ લારી-ગલ્લા ધારકોએ ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હોય તો, તેવા લારી-ગલ્લાને દૂર કરવામાં આવી રહ્યાં છે.

    વધુમાં કમિશનર સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે, લારી-ગલ્લાનાં દબાણ હટાવની પ્રક્રિયામાં કોઈ એક વસ્તુને ટાર્ગેટ કરીને કે ભેદભાવ કર્યા વિના આ કામગીરી કરવામાં આવી રહી છે. દબાણ હટાવની રૂટિન પ્રક્રિયા આયોજનબદ્ધ રીતે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Junagadh news, Local News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन