Home /News /kutchh-saurastra /

જૂનાગઢનું અનોખું દેવી મંદિર; વર્ષમાં ફક્ત એક જ વાર નવરાત્રિમાં ખૂલે છે, ઘરબેઠા કરો દર્શન

જૂનાગઢનું અનોખું દેવી મંદિર; વર્ષમાં ફક્ત એક જ વાર નવરાત્રિમાં ખૂલે છે, ઘરબેઠા કરો દર્શન

Hiragiriji's

Hiragiriji's temple in Junagadh

Junagadh News : જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર આવેલ માંગનાથ મહાદેવના પરિસરમાં આવેલ ઐતિહાસિક હિરાગીરી માતાજીનું મંદિર, માત્ર વર્ષમાં એક જ વખત દર્શન થાય છે.

    જૂનાગઢ જિલ્લામાં માતાજીનું એક અનોખું મંદિર (Hindu Temple) આવેલું છે, જે વર્ષમાં માત્ર એકજ વાર ભાવિકોને દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવે છે. આસો મહિનાની નવરાત્રી (Navratri) દરમિયાન નવ દિવસ માટે જ ખુલતું પૂજ્ય માઁ હિરાગીરીનું ઐતિહાસિક (Junagadh History) શક્તિ મંદિર પ્રસિદ્ધ માંગનાથ મહાદેવ (Mangnath Road) મંદિરના પરિસરમાં આવેલું છે. માઁ હિરાગીરીજી સિદ્ધ સાધ્વી (Na Hiragiri Temple Junagadh ) હતા, તેઓએ પોતાનું દૈવીકાર્ય પૂર્ણ થતાં જીવતા જ સમાધી (Samadhi) લીધી. જે આજે પણ મોજુદ છે, નવરાત્રી (Navratri Festival) દરમિયાન અખંડ દિવડા પ્રગટાવી પોતાની મનોકામના માટે લોકો અહીં પ્રાર્થના કરે છે.

    જૂનાગઢમાં અંદાજે સાડા ચારસો વર્ષ અગાઉ પૂજ્ય માઁ હિરાગીરીજી નામના એક સિદ્ધ સાધ્વી થઈ ગયા. જેઓ એક નાગા સન્યાસીની હતા, ઉત્તર ભારતમાંથી તેઓ જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના માંગનાથ પીપળી ગામે આવ્યા હતા. જ્યાં નેસડામાં રહીને તેઓ તપ, સાધના અને લોકોની સેવા કરતાં હતા. તે સમયે માંગાભટ્ટ કે, જેઓએ માઁ હિરાગીરીને વિનંતી કરીને હાલનું પ્રસિધ્ધ માંગનાથ મહાદેવનું મંદિર તેઓને સુપ્રત કર્યું, ત્યારથી માઁ હિરાગીરી માંગનાથ મહાદેવ મંદિરમાં નિવાસ કરતાં હતા.

    માઁ હિરાગીરી માતાજીનું પ્રત્યક્ષ સ્વરૂપ હતા, શક્તિ સ્વરૂપ માતાજીની અનેક સિધ્ધીઓથી લોકો પ્રભાવિત થઈ તેમના સાનિધ્યમાં એક દિવ્ય અનુભૂતિનો અહેસાસ કરતાં, પોતાનું દૈવીકાર્ય પૂર્ણ થતાં માઁ હિરાગીરીજીએ જીવતા સમાધિ લીધી હતી, આજે પણ માંગનાથ મહાદેવ મંદિરમાં તેમનું સમાધિ સ્થળ વિદ્યમાન છે.

    માઁ હિરાગીરીએજી અનેક પરચાઓ પૂર્યા છે અને આજે માઁ હિરાગીરીજીનું આ ઐતિહાસિક શક્તિ મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. શક્તિ પર્વ એવી શારદીય નવરાત્રી દરમિયાન માઁ હિરાગીરીના શક્તિ સ્થળ પર કુંભ સ્થાપન અને 151 અખંડ જ્યોત વર્ષો જૂની પરંપરા મુજબ કરવામાં આવે છે. સમગ્ર નવરાત્રી દરમિયાન અનેક ભાવિક ભક્તો માઁ હિરાગીરીજીના શક્તિ મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને દિવ્ય આધ્યાત્મિક ઉર્જા સમાન આ શક્તિ સ્થળે આવીને પોતાની મનોકામના પૂર્તી માટે પ્રાર્થના કરે છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Junagadh news, Navratri 2021, Navratri Tradition

    આગામી સમાચાર