અર્વાચીન રાસ ગરબાઓ (Raas-Garba) વચ્ચે આપણી પ્રાચીન પરંપરાને જાળવી રાખતી પ્રાચીન ગરબીઓનું સ્થાન (Junagadh History) આજે પણ એવુંને એવું જળવાયેલું રહ્યું છે. જૂનાગઢમાં વર્ષોથી યોજાતી અનેક પ્રાચીન ગરબીઓ તેની સાક્ષી પુરી રહી છે. જૂનાગઢના સર્કલ ચોકમાં (Circle Chowk) યોજાતી ગરબીની શરૂઆત નવાબીકાળથી (Nawab Of Junagadh) થઈ હતી. આજે આ ગરબી કોમી એકતાના પ્રતીક તરીકે પણ જાણીતી થઈ છે કારણ કે, અહીં અનેક હિન્દૂ-મુસ્લિમ (Hindu Muslim) સમાજની બાળાઓ શ્રદ્ધાપૂર્વક ગરબે ઘૂમે છે.
આદ્યશક્તિ માઁ નવદુર્ગાનો મહાપર્વ એટલે કે નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢમાં અનેક વર્ષોથી યોજાતી પ્રાચીન ગરબીમાંની એક સર્કલ ચોકની ગરબીની શરૂઆત નવાબી કાળથી થઈ હતી. હાલમાં જ્યાં સર્કલ ચોકની ગરબી યોજાય છે, ત્યાં પહેલાના સમયમાં રાણીવાસ હતો, એવે સમયે અનેક મહિલાઓ અહીં ગરબે ઘૂમતી. અમુક કારણોસર વચ્ચે આ ગરબી બંધ રહી હતી, જે પછી છેલ્લાં 27 વર્ષથી આ ગરબીની પરંપરા યથાવત રહી છે.
કોમી એકતાનું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડતી જૂનાગઢની આ ગરબી કોઈપણ પ્રકારના જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના ધામધૂમથી આયોજિત કરવામાં આવે છે, સાથોસાથ બાળાઓ પણ મન મુકીને ગરબે ઘૂમે છે. આ વર્ષના આયોજનને લઈને વાત કરતાં સર્કલ ચોક ગરબી મંડળના અશ્વિનભાઈ મણિયારે જણાવ્યું કે, ચાલુ વર્ષે જૂનાગઢમાં અનેક ગરબીઓના આયોજન મોકૂફ રાખવામાં આવ્યા છે, ત્યારે આ વખતે સર્કલ ચોકની ગરબીમાં રમનાર બાળાઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર