બાળ લગ્નો રોકવા માટે આ નંબર પર જાણ કરો; બાળકોની જિંદગી બચાવો

News18 Gujarati
Updated: May 7, 2019, 10:36 AM IST
બાળ લગ્નો રોકવા માટે આ નંબર પર જાણ કરો; બાળકોની જિંદગી બચાવો
ફાઇલ તસવીર

છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ થાય તો સજાને પાત્ર ગુનો બને છે.

  • Share this:
જૂનાગઢ જિલ્લામાં બાળ લગ્ન અટકાવવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. આ અંગે કોઇ પણ વિસ્તારમાં બાળ લગ્ન અંગે જાણ થાય તો સમાજ સુરક્ષા વિભાગને ફરિયાદ કરી શકાશે. આ બાબતે સમુહ લગ્નના સ્થળોએ પણ સરપ્રાઈઝ ચેકીંગ થશે.જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, સહ જિલ્લા સમાજ સુરક્ષા અધીકારીની કચેરી જૂનાગઢ બહુમાળી ભવન બ્લોક નં. ૨ બીજો માળ અને ગ્રાઉન્ડ ફલોર સરદાર બાગ જૂનાગઢ ઓફિસ નં. ૦૨૮૫-૨૬૩૬૫૪૬ ને પણ બાળ લગ્ન અંગે રજુઆત કરી શકાશે.

બાળ લગ્ન પ્રતિબંધ અધિનીયમ મુજબ છોકરીના લગ્ન ૧૮ વર્ષ પહેલા અને છોકરાના લગ્ન ૨૧ વર્ષ થાય તો સજાને પાત્ર ગુનો બને છે. આ અંગે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી એચ.એન વાળા મો.૭૮૭૪૪૧૦૫૨૮, ચીફ પ્રોબેશન ઓફિસર એચ .એન. પુરોહિત મો.૯૧૭૩૫૮૨૮૮૯ ઉપરાંત હેલ્પ લાઇન ૧૦૯૮ અથવા ૧૦૦ નંબર કે ૧૮૧ પર પણ સંપર્ક કરી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ ગામડાઓ અને ઘણા બધા સમાજોમાં બાળ લગ્નો કરવામાં આવે છે. આ લગ્નો કાયદાકીય રીતે ગુનો બને.

જો તમે જાગૃત નાગરિક છો અને બાળકોની જિંદગી બચાવવા માંગો છે તો તમારા ધ્યાનમાં આવે તો ઉપરનાં નબંર પર જાણ કરો.
First published: May 7, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading