Home /News /kutchh-saurastra /

રાજ્યમાં વરસાદી માહોલ, સૂત્રાપાડામાં 8 ઇંચ, કોડીનારમાં 6.5 ઇંચ વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલ, સૂત્રાપાડામાં 8 ઇંચ, કોડીનારમાં 6.5 ઇંચ વરસાદ

સૂત્રાપાડામાં પડેલો વરસાદ

    દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકના આંકડા તપાસીએ તો રાજ્યાના 17 જિલ્લાના 81 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે 8 ઇંચ વરસાદ સુત્રાપાડામાં નોંધાયો છે. કોડિનારમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉમરગામમાં 5 ઇંચ, રાજુલામાં ચાર ઇંચ, માળિયા અને ગીર-ગઢડામાં ત્રણ-ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

    કોડીનાર-સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ

    ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર અને સુત્રાપાડામાં સોમવાર સાંજથી મંગળવાર સવાર સુધીમાં આઠથી નવ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. સતત પડી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વાવણી લાયક વરસાદની સાથે સાથે નદી-નાળા છલકાઈ જવાથી ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. સૂત્રાપાડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પાણી ભરાઈ ગયા છે.

    જૂનાગઢમાં વરસાદ


    જૂનાગઢ શહેરમાં વરસાદનું આગમન

    જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ વરસાદનું આગમને થયું છે. વરસાદને કારણે જૂનાગઢ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું છે. માળિયા હાટીનામાં ત્રણ ઇંચ અને માંગરોળમાં દોઢ ઇંચ, વિસાવદરમાં બે ઇંચ, મેંદરડામાં ત્રણ ઇંચ તો ભવનાથ તળેટીના જંગલ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Heavy rain, KODINAR, Saurashtra, Sutrapada, વરસાદ

    આગામી સમાચાર