Home /News /kutchh-saurastra /

હારમાળા જયંતિ: શ્રીકૃષ્ણનો હાર ઉડીને નરસૈંયાના ગળામાં આવ્યો, ત્યારથી શરૂ થઈ હતી આ પરંપરા

હારમાળા જયંતિ: શ્રીકૃષ્ણનો હાર ઉડીને નરસૈંયાના ગળામાં આવ્યો, ત્યારથી શરૂ થઈ હતી આ પરંપરા

Harmala

Harmala Jayanti

આજથી 566 વર્ષ પહેલાં એક અલૌકિક ઘટના બની, ત્યારથી હારમાળા જયંતીની પરંપરા ચાલી આવે છે...

    જૂનાગઢ:  આજે માગશર સુદ સાતમ, જે દિવસને નરસિંહ મહેતાની હારમાળા જયંતિ (Narsinh Maheta Harmala Jayanti) તરીકે ઉજવવામાં આવે છે. જે સંદર્ભે જૂનાગઢ ખાતે આવેલા નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ (Narsinh Maheta Choro) દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આજે અમે તમને જણાવીશું કે, નરસિંહ મહેતાની હારમાળા જયંતિનું મહત્વ (Importance) શું છે? શા માટે દર વર્ષે તેની ઉજવણી થાય છે?

    નરસિંહ મહેતાની હારમાળા જયંતિનો રોચક ઇતિહાસ:

    વિક્રમ સંવત 1512 ની આ ઘટના છે. નરસિંહ મહેતાના ભક્તિકાળ દરમિયાન જૂનાગઢ ઉપર રા'વંશના રા'માંડલિકની રાજસતા હતી. ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં નરસિંહ મહેતાના કામ સુધારવા આવે છે, એ વાત રા'માંડલિકના કાને ગઈ. જે વાતનું પારખું કરવા, રા'માંડલિકે મહેતાજીને નજર કેદ કર્યા. એટલું જ નહીં, દામોદરરાયજીના મંદિરના દરવાજા બંધ કરીને, ચોકી પહેરો ગોઠવવામાં આવ્યો.

    જે પછી રા'માંડલિકે મહેતાજી પાસે જઈને કહ્યું કે, જો તમે ખરાં ભક્ત હોય અને તમારી ભક્તિ સાચી હોય તો, ભગવાનને કહો તેના ગળાનો હાર તમને આવીને પહેરાવે! એ સમયે મહેતાજીએ પોતાનો કેદારો કોઈ કારણથી એક શેઠને ત્યાં ગિરવી મુક્યો. જે કેદારો ભગવાન શ્રીકૃષ્ણએ નરસિંહ મહેતાનું રૂપ લઈને, શેઠને ત્યાંથી છોડાવ્યો અને મહેતાજી સુધી પહોંચાડવામાં આવ્યો. કેદારો મળતા જ મહેતાજીને મનમાં ગાંઠ વળી કે, મારો ભગવાન આવી ગયો છે!

    આ પણ વાંચો: Crime Alert: સુરતમાં દુષ્કર્મનાં 4 વર્ષ બાદ પણ પીડા નથી દૂર થઇ, 200 ટાકા સાથે જીવે છે દીકર

    એ પછી તો, મહેતાજીએ હાથમાં કેદારો લઈને ભગવાનનું ભજન શરૂ કર્યું, ત્યારે દામોદરરાયજી મંદિરના બંધ કરેલા દ્વાર આપોઆપ ખુલી ગયાં. ભગવાનના કંઠમાં રહેલો હાર, ત્યાંથી ઉડતો-ઉડતો આવીને મહેતાજીના ગળામાં ધારણ થઈ ગયો. આ બધી ઘટના જોઈને, રા'માંડલિક ઘેરાં આશ્ચર્યમાં ડૂબ્યો અને મહેતાજીને પગે પડી ગયો. રા'માંડલિકે નરસિંહ મહેતાની માફી માંગી.

    જૂનાગઢના ઇતિહાસમાં વણાયેલા આ પ્રસંગને યાદ કરીને, દર વર્ષે માગશર સુદ સાતમના દિવસે નરસિંહ મહેતાની હારમાળા જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે નરસિંહ મહેતાજીની 566 મી હારમાળા જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: કઠલાલ કપડવંજ રોડ પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પાંચ યુવાનોના મોત

    ચાલુ વર્ષે હારમાળા જયંતિ નિમિત્તે આ આયોજન થશે:

    આજરોજ તા.10મી ડિસેમ્બર, 2021 ના રોજ નરસિંહ મહેતાની 566 મી હારમાળા જયંતિને લક્ષમાં રાખીને શ્રી નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ, જૂનાગઢ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે શામળદાસ ગાંધી ટાઉનહોલ, જૂનાગઢ ખાતે સાંજે 5.30 વાગ્યાથી ગુજરાતના સુપ્રસિદ્ધ સર્જક, વિવેચક, ખ્યાતનામ કટાર લેખક અને નરસિંહ અનુરાગી ડો.નિરંજન રાજ્યગુરુ તેમજ સંજુભાઈ વાળાના મનનીય વક્તવ્યનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. ના કુલપતિ પ્રો.ડો.ચેતન ત્રિવેદી પધારશે. આ કાર્યક્રમ સૌ કોઈ નરસિંહ પ્રેમી જનતા માટે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh Distric, Shri Krishna, જૂનાગઢ

    આગામી સમાચાર