Home /News /kutchh-saurastra /

જૂનાગઢ : ગુરુ પૂર્ણિમાની ઉજવણી, 108 જેટલી કોરોના વોરિયર્સ સંસ્થાનું થયું અનોખુ સન્માન

જૂનાગઢ : ગુરુ પૂર્ણિમાની ઉજવણી, 108 જેટલી કોરોના વોરિયર્સ સંસ્થાનું થયું અનોખુ સન્માન

ગુરુ

ગુરુ પૂર્ણિમાની ઉજવણી; 108 જેટલી કોરોના વોરિયર્સ સંસ્થાનું થયું અનોખુ સન્માન

Junagadh News : ગુરુ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમ ખાતે કોરોના કાળમાં લોકોની સેવામાં તત્પર રહેનાર 108 જેટલી યોદ્ધા સંસ્થાઓ સન્માન

    કોરોના મહામારીમાં (Coronavirus) જ્યારે માણસ માણસથી દૂર ભાગતો હતો, ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં જૂનાગઢની (Junagadh) અનેક એવી સંસ્થાએ પોતાના સ્વયંની ચિંતા કર્યા વિના કે દિવસ-રાત જોયા વિના અનેક જૂનાગઢ કે તેની આજુબાજુના વિસ્તારની સંસ્થાઓએ લોકોની સાથે ઊભા રહીને અનેક નોંધનીય સેવાકાર્યો કરેલા છે. આ પરોપકારી કાર્યમાં જોડાવવા બદલ તથા તેઓએ કરેલા સેવાકાર્યને બિરદાવવા માટે જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં આવેલ ભારતી આશ્રમ ખાતે વિશેષ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    જૂનાગઢના ભવનાથમાં આવેલ ભારતી આશ્રમ ખાતે અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમાની (GuruPurnima 2021) સાદાઈથી ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીના ભાગરૂપે પૂ.ભારતી બાપૂની સમાધિ પૂજા કરવામાં આવી. જે દરમિયાન શિષ્યગણ દ્વારા પૂ.ભારતી બાપુની સમાધિનું પૂજન તેમજ પૂ.હરિહરાનંદજી બાપુનું ગુરુ પૂજન કરી શિષ્ય ભાવ પ્રગટ કરવામાં આવ્યો. અહીં જાણીતા કલાકારો દ્વારા ગુરુ મહિમા પણ ગાવામાં આવ્યો.

    જે પછી કોરોના કાળ દરમિયાન લોકોની સેવામાં કાર્યરત રહેલ 108 જેટલી સંસ્થાઓનું કોરોના વોરિયર્સ સંસ્થા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાઓને સન્માનપત્ર, સાલ અને પુષ્પમાળા અર્પણ કરીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જે પછી સમૂહ પ્રસાદનું આયોજન થયું હતું, જે સમગ્ર કાર્યક્રમમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઇન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

    આ સન્માન કાર્યક્રમમાં કોરોના કાળ દરમિયાન પોતાની ચિંતા કર્યા વિના લોકોની સેવામાં અવિરત રહેલી જૂનાગઢની 108 જેટલી કોરોના વોરિયર્સ સંસ્થાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે મહંત સ્વામી હરિહરાનંદ ભારતીજી મહારાજ, લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ, કમિશનર રાજેશ તન્ના સાહેબ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, મહેન્દ્ર મશરૂ, લોકસાહિત્યકાર રાજભા ગઢવી સહિતના અનેક મહાનુભાવો હાજર રહ્યાં હતા.

    કોરોના કાળમાં સમાજની સેવામાં લાગેલી કોરોના વોરિયર્સ સંસ્થાએ ભારતી આશ્રમ વતી આપવામાં આવેલ સન્માન અને બહુમાન સ્વીકારી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
    First published:

    Tags: Corona warriors, Guru Purnima, Honor, Junagadh news, Organization, ઉજવણી`

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन