Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: વરસાદ બાદ ગિરનારની ગોદમાં 'સ્વર્ગનો નજારો,' Video જોઈને થઈ જશો રાજીના રેડ

જૂનાગઢ: વરસાદ બાદ ગિરનારની ગોદમાં 'સ્વર્ગનો નજારો,' Video જોઈને થઈ જશો રાજીના રેડ

જૂનાગઢમાં

જૂનાગઢમાં વરસાદ બાદ સ્વર્ગ જેવો નજારો જુઓ ગિરનારનું સ્વરૂપ

junagadh Rains : જૂનાગઢમાં ફરી એકવાર મેઘ મહેર થતાં પ્રકૃતિમાં પ્રાણ પુરાયો! ગિરનાર સોળે કળાએ ખીલ્યો, જ્યારે દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ, જુઓ વીડિયો

    Gujarat Rain : ખુબજ લાંબા વિરામ પછી જૂનાગઢ (Junagadh) પર ફરી એક વખત મેઘ (Rains) મહેર થઈ છે. જૂનાગઢમાં હળવા વરસાદી ઝાપટા પછી છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ફરી એકવખત આગમન કર્યું છે, ત્યારે સુન્ન પડેલી પ્રકૃતિ અને માનવ જીવનમાં ફરી એકવાર નવો પ્રાણ પુરાયો છે.

    જૂનાગઢમાં ગઈકાલે તા.31મી ઓગસ્ટ સવાર થી જ મેઘરાજાનું (Monsoon) ધીમી ધારે આગમન થયું હતું. 31મી ઓગસ્ટના રોજ આખો દિવસ અને તા.1લી સપ્ટેમ્બર સુધી જૂનાગઢ શહેરમાં મેઘવર્ષા અવિરત રહી હતી. જૂનાગઢ શહેરની સાથોસાથ ગિરનાર પર વરસાદ પડવાથી નદીઓ તથા ઝરણાઓ ફરી વહેતાં થયાં છે. ગિરનારની પર્વતમાળાના પર્વતોને સ્પર્શ કરીને જતાં વાદળોના સુંદર દ્રશ્યો કેમેરામાં કેદ થયાં હતાં.

    ગિરનારમાંથી (Girnar) નીકળતી સોનરખ નદીમાં નવું નીર આવતાં દામોદર કુંડ ખાતે પણ નવા નીરની આવક થઈ છે. પવિત્ર દામોદર કુંડમાં છેલ્લાં કેટલાંક સમયથી વરસાદ બંધ હોવાને કારણે ગંદકીનો ભારે ભરાવો થયો હતો, પરિણામે વરસાદ આવતા જ આ બધી ગંદકી ધોવાઈ હતી અને દામોદર કુંડનું પાણી ફરી એકવાર ન્હાવાલાયક બન્યું હતું. ચાલુ વરસાદે અનેક ભાવિકો દામોદર કુંડમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધતા નજરે પડ્યાં હતાં.

    દામોદર કુંડના તીર્થગોરના કહેવા મુજબ; ગણતરીના દિવસો બાદ ભાદરવીઅમાસ આવી રહી છે, જે દિવસે તીર્થમાં સ્નાન કરવાનું ખુબજ મહાત્મ્ય હોય છે, ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દામોદર કુંડમાં સ્નાન માટે આવતા હોય છે, ત્યારે છેલ્લા બે દિવસથી વરસાદનું આગમન થતાં દામોદર કુંડમાં નવા નીર આવ્યાં છે, જેને કારણે દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓ તથા સ્થાનિકોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.

    વાત જૂનાગઢના વરસાદી આંકડાની કરીએ તો, ગઈકાલે તા.31મી ઓગષ્ટ સવારે 6 વાગ્યા થી તા.1લી સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 69મિમી (2.71ઇંચ) જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે જૂનાગઢ શહેરનો ચાલુ ચોમાસાની ઋતુનો કુલ વરસાદ 389 મિમી અને 39.78% વરસાદ નોંધાયો છે, જ્યારે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં કુલ 182.36 ઇંચજેટલો વરસાદ નોંધવામાં આવ્યો છે.
    First published:

    Tags: Girnar, Nature, જૂનાગઢ, વરસાદ

    આગામી સમાચાર