ગુજરાતમાં કોરોનાનો કહેર વચ્ચે નેતાઓ ભૂલ્યા ભાન, લોકોને ભેગા કરીને નિયમોના ઉડાવ્યા ધજાગરા

ગુજરાતમાં કોરોનાનો કહેર વચ્ચે નેતાઓ ભૂલ્યા ભાન, લોકોને ભેગા કરીને નિયમોના ઉડાવ્યા ધજાગરા
એકબાજુ કોરોનાના કેસોની સંખ્યા ફરીથી એક હજારને પાર થઇ ગઇ છે ત્યારે નેતાઓ જ કોરોના ગાઇડલાઇનના નિયમો જાહેરમાં તોડી રહ્યાંના બનાવો સામે આવી રહ્યા છે.

એકબાજુ કોરોનાના કેસોની સંખ્યા ફરીથી એક હજારને પાર થઇ ગઇ છે ત્યારે નેતાઓ જ કોરોના ગાઇડલાઇનના નિયમો જાહેરમાં તોડી રહ્યાંના બનાવો સામે આવી રહ્યા છે.

  • Share this:
    રાજ્યમાં (Gujarat) કોરોનાની (covid 19) બીજી લહેરે ચિંતાજનક સ્થિતિ બનાવી છે. એકબાજુ કોરોનાના કેસોની સંખ્યા ફરીથી એક હજારને પાર થઇ ગઇ છે ત્યારે નેતાઓ જ કોરોના ગાઇડલાઇનના (Corona guidelines) નિયમો જાહેરમાં તોડી રહ્યાંના બનાવો સામે આવી રહ્યા છે. જૂનાગઢનાં કેશોદમાં જીગ્નેશ મેવાણીએ (Jignesh Mevani in Keshod,Junagadh) ગઇકાલે સભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના (Social distance) લીરેલીરા ઉડતા દેખાયા.

    જ્યારે મહિસાગરમાં સંતરામપુરા એમએલએએ નવાવર્ષની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકોને મળ્યા અને અહીં પણ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા દેખાયા. આ મહામારીની પરિસ્થિતિમાં જો નેતાઓ જ પોતાની જવાબદારી ભૂલીને નિયમો તોડશે તો પ્રજા તેમની પાસેથી તે જ શીખશે.





    જિગ્નેશ મેવાણીને નથી લોકોની ચિંતા?

    જિગ્નેશ મેવાણીએ જૂનાગઢ તાલુકાના શહેરોમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંગઠન મજબૂત કરવા કાર્યકરો સાથે સભા કરીને મુલાકાત કરી હતી. જેમા ઇન્દિરા નગર વિસ્તારમાં મોટી સંખ્યામાં સભા સ્થળે લોકો ઉમટ્યા હતા. આ સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગ તો દેખાતુ ન હતું પરંતુ અનેક એવા લોકો પણ હતા જેમને માસ્ક પહેર્યા જ ન હતા. લોકો તો ભાન ભૂલ્યા પરંતુ અહીં તો જીગ્નેશ મેવાણીએ પણ માસ્ક દાઢી પર પહેર્યું હોય તેમ લગાવી રાખ્યું હતું. જાણે આ વિસ્તારમાં કોઇને કોરોના થવાનો જ નથી.



    સંતરામપુરનાં ધારાસભ્યએ હજારો માણસોને કર્યા ભેગા

    જ્યારે બીજી બાજુ મહીસાગરમાં પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા. મહીસાગરમાં નવા વર્ષની ઉજવણીમાં સંતરામપુરના એમએલએ ર્ડા કુબેરભાઈ ડીંડોર પણ ભાન ભૂલતા દેખાયા હતા. સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર ભૂલ ગામે નવા વર્ષે મળવા પહોંચ્યા હતા. તેમને મળવા માટે હજારો પુરુષ અને મહિલાઓ આવી પહોંચ્યા હતા. કુબેરભાઈએ તો માસ્ક પહેર્યું પણ તેમની સાથે આવેલ કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા.



    આ સાથે તેમને મળવા આવી રહેલા લોકોએ પણ માસ્ક પહેરેલુ દેખાતુ ન હતું. આ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનાં પણ ધજાગરા ઉડતા દેખાયા હતા. લોકો પોતાના સ્થાનિક નેતાઓ જેમ કરે તેવું આચરણ કરવામાં માનતા હોય છે ત્યારે જો નેતાઓ જ કોરોના મહામારીમાં કોઇપણ નિયમો નહીં પાળે તો લોકો પાસેથી કઇ રીતે કોઇ અપેક્ષા રાખી શકાય.



    દેશમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું, 24 કલાકમાં 45 હજાર કેસ, 585 દર્દીનાં મોત

    ગુજરાતીઓ સાવધાન, બે દિવસ લાગશે ઠંડીનો ચમકારો

    ગુજરાતમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ

    જો આપણે કોરોનાના વધતા કેસની વાત કરીએ તો, રાજ્યમાં બુધવારે મળેલા આંકડા પ્રમાણે, વિવિધ જિલ્લામાં કુલ 1281 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1274 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 8 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,91,642 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,75,362 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,823 પર પહોંચ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:November 19, 2020, 10:42 am

    टॉप स्टोरीज