જૂનાગઢ: ગીરનાર પ્રવાસી માટે ખુશખબર - હવે ઘરે બેઠા આ રીતે ટાઈમ સ્લોટ સાથે રોપ-વેની ટિકિટ બુક કરાવી શકાશે

જૂનાગઢ: ગીરનાર પ્રવાસી માટે ખુશખબર - હવે ઘરે બેઠા આ રીતે ટાઈમ સ્લોટ સાથે રોપ-વેની ટિકિટ બુક કરાવી શકાશે
ગિરનાર રોપ-વેને લોકોને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. એક જ અઠવાડીયામાં 16 હજાર જેટલા પ્રવાસીઓએ ગિરનાર રોપ-વેની સફર કરી છે.

ગિરનાર રોપ-વેને લોકોને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. એક જ અઠવાડીયામાં 16 હજાર જેટલા પ્રવાસીઓએ ગિરનાર રોપ-વેની સફર કરી છે.

 • Share this:
  અતુલ વ્યાસ, જુનાગઢ : ગીરનાર પ્રવાસે આવતા પ્રવાસીઓ માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે પ્રવાસીઓ પહેલાથી ઘરે બેઠા ઓનલાઈન રોપ-વેની ટિકિટ બુક કરાવી શકશે. રોપ-વે ચલાવતી કંપનીએ ઓનલાઈન ટિકિટ બુકીંગની વ્યવસ્થા પણ શરૂ કરી છે, જેના દ્વારા પ્રવાસી પોતાના માટે ટાઈમ સ્લોટ પસંદ કરી શકશે.

  પ્રાપ્ત માહિતી અનુસાર, ગિરનાર રોપ-વે શરૂ તયા બાદ પ્રવાસીઓ તરફથી રોપ-વેને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જે અંતર્ગત પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ-વે ટિકિટનું ઓનલાઈન બુકિંગ હવે શરૂ કરનામાં આવ્યું છે. જેથી પ્રવાસી હવે ઘરે બેઠા પોતાના ટાઈમ સ્લોટની પણ પસંદગી કરી શકશે.  કંપની તરપથી જણાવ્યા અનુસાર, પ્રવાસીઓ ગિરનાર રોપવેની ટિકીટ હવે www.udankhatola.com વેબસાઈટ પરથી બુક કરાવી શકશે. હવે પ્રવાસી જાતે નક્કી કરી શકશે કે, તેમણે દિવસભરમાં કયા સમયે કઈં તારીખે રોપ-વેની મજા માણવી છે. એટલે કે, પ્રવાસીઓ પોતાના રોપવે પ્રવાસનો ટાઈમ સ્લોટ પણ પસંદ કરી શકશે. આ સુવિધાથી પ્રવાસી રમણીય દ્રશ્યો જોવા માટે પોતાની રીતે ટાઈમ નક્કી કરી શકશે.

  જામનગર: સંબંધ લજવાયો, 9 વર્ષની બાળકી સાથે સગીર પિતરાઈએ જ કુકર્મ આચર્યું

  જામનગર: સંબંધ લજવાયો, 9 વર્ષની બાળકી સાથે સગીર પિતરાઈએ જ કુકર્મ આચર્યું

  તમને જણાવી દઈએ કે, ગિરનાર રોપવેની મુલાકાત માટે બહારથી આવતાં પ્રવાસીઓ માટે હવે ગીરનાર પર્વત પર જવાનું હવે વધારે સુગમ રહેશે. ઉલ્લેખનીય છે કે, 24 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગિરનાર રોપવેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  ગિરનાર રોપ-વેને લોકોને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. એક જ અઠવાડીયામાં 16 હજાર જેટલા પ્રવાસીઓએ ગિરનાર રોપ-વેની સફર કરી છે.

  સુરેન્દ્રનગર: કોંગ્રેસ ઉમેદવારનું ખિસ્સુ ખાલી થતા બચ્યું, ચોરને ભીડે ધોઈ નાખ્યો - Video

  સુરેન્દ્રનગર: કોંગ્રેસ ઉમેદવારનું ખિસ્સુ ખાલી થતા બચ્યું, ચોરને ભીડે ધોઈ નાખ્યો - Video

  ગીરનાર રોપ વેની વિશેષતાઓ

  ગીરનાર રોપવે પ્રોજેક્ટ ભવનાથ તળેટી થી લઈને અંબાજી મંદિર સુધીનો છે. જેમાં કુલ 9 ટાવર ઉભા કરાયા છે. તેમાં 6 નંબરનો ટાવર કે જે ગીરનારના એક હજાર પગથીયા પાસે આવેલો છે તે ટાવર આ યોજનાનો સૌથી ઉંચો ટાવર છે જેની ઉંચાઈ 67 મીટર છે. ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીનું અંતર 2.3 કી.મી.નું છે. જે રોપવે થી પ્રવાસીઓ 7 મિનિટમાં તળેટીથી અંબાજી પહોંચી શકશે. શરૂઆતના તબક્કામાં 24 ટ્રોલી લગાવાશે, એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે તેવી ક્ષમતા છે એટલે કે એક ફેરામાં 192 પ્રવાસીઓ મુસાફરી કરી શકશે
  Published by:kiran mehta
  First published:November 03, 2020, 18:35 pm

  ટૉપ ન્યૂઝ