અતુલ વ્યાસ, જૂનાગઢઃ ટોક્યો ઓલિમ્પિક 2020માં (Tokyo Olympics) ભારતીય એથ્લીટ નીરજ ચોપડાએ (Indian athlete Neeraj Chopra) ભારતને ભાલા ફેંકમાં (juvenile throw) ગોલ્ડ મેડલ (Gold for India) અપાવ્યો હતો. જેની ખુશીમાં આખો દેશ જૂમી ઉઠ્યો છે. અનેક જગ્યાએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચીને જીતના જશ્નની ઉજવણી કરી હતી. ત્યારે નીરજ ચોરડાના (Niraj chopra) જીતની ઉજવણીમાં ભાગીદાર થવા માટે જૂનાગઢ (Junagadh) પણ આગળ આવ્યું છે. જૂનાગઢમાં આવેલા ગીરનાર રોપવેને ચલાવતી ઉષા બ્રેકો કંપની (Usha Braco Company) પણ નીરજ ચોપડાની જીતને વધાવી છે. અને તેની જીતની ખુશીમાં ખાસ ઓફર મૂકી છે. કંપનીએ રોપવેમાં સવારી કરવા આવનાર નીરજ નામના વ્યક્તિ માટે મફતમાં સવારી કરાવવાની ઓફર મુકી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઉષા બ્રેકો કંપનીએ આવતી કાલે સોમવારે 9 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી ખાસ ઓફર શરુ કરી છે. જેમાં ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ અપાવનાર નિરજ ચોપડાની જીતની ખુશીમાં નિરજ નામના વ્યક્તિને મફતમાં રોપવેની સવારી કરવાનું નક્કી કર્યું હતું. નીરજ નામની કોઈપણ વ્યક્તિ આ ઓફરનો લાભ લઈ શકે છે. અને આ ઓફર 20 ઓગસ્ટ સુધી ચાવશે.
87.03 મીટર સુધી ભાલો ફેંકી મેળવ્યો ગોલ્ડ નીરજ ચોપડા (Neeraj chopra javelin thrower)એથ્લેટિક્સમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. નીરજ ચોપડાએ (Neeraj Chopra)ફાઇનલમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. નીરજ ચોપડાએ પોતાના બીજા થ્રો માં આ દૂરી તય કરી હતી. નીરજે પ્રથમ થ્રો માં 87.03 મીટર સુધી ભાલો ફેંકીને નંબર 1 પર સ્થાન બનાવી લીધું છે. આ પછી તેણે આગામી થ્રો માં પોતાનું પ્રદર્શન વધારે શાનદાર કર્યું હતું. નીરજ ચોપડાએ ટોક્યોમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે.
પહેલી જ વારમાં 11 વર્ષના નીરજનો ભાલો 25 મીટર દૂર ગયો હતો નીરજ ચોપડાનું વજન 10-11 વર્ષની ઉંમરમાં ખૂબ વધારે હતું. તેનું વજન ઓછું કરવા માટે તેને હરિયાણાના પાણીપતમાં આવેલા શિવાજી સ્ટેડિયમમાં મોકલવામાં આવ્યો હતો. નીરજે અહીંયા અનેક રમતમાં હાથ અજમાવી લીધો. એનું વજન વધારે હતું એટલે ન તો તે દોડી શકતો ન તો કૂદકો લગાવી શકતો.
ગોલ્ડ જીત્યા બાદ નીરજ ચોપડા પર ઈનામોનો વરસાદ નીરજ ચોપડા ઓલમ્પિકમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનારો બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. નીરજ ચોપડાએ ભારતને ગૌરવ અપાવતા તેની પર કરોડો રૂપિયાના ઈનામનો વરસાદ થઈ રહ્યો છે. નીરજ ચોપડાની જીત બાદ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે તેના માટે 6 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે 2 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે.
" isDesktop="true" id="1122450" >
આ ઉપરાંત BCCI અને ઈન્ડિયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સે પણ નીરજ ચોપડાને એક-એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાની ઘોષણા કરી છે. મણિપુરની રાજ્ય સરકારે નીરજ ચોપડાને એક કરોડ રૂપિયાનું પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. ભારત સરકારે 75 લાખ રૂપિયાની ઇનામી રકમ આપવાની જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ નીરજ ચોપડાને Mahindra XUV700 આપવાનું એલાન કર્યું છે. નીરજ ચોપડાને પંચકુલામાં એથલેટિક્સના સેન્ટર ફોર એક્સેલન્સનો પ્રમુખ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.