Home /News /kutchh-saurastra /

જૂનાગઢ : 104 ડોળીવાળાને ડ્રો દ્વારા સોંપવામાં આવી દુકાનો, પ્રમુખ દ્વારા થઈ આ વાતની સ્પષ્ટતા

જૂનાગઢ : 104 ડોળીવાળાને ડ્રો દ્વારા સોંપવામાં આવી દુકાનો, પ્રમુખ દ્વારા થઈ આ વાતની સ્પષ્ટતા

૧૦૪

૧૦૪ ડોળીવાળાને ડ્રો દ્વારા સોંપવામાં આવી દુકાનો, પ્રમુખ દ્વારા થઈ આ વાતની સ્પષ્ટતા

ગીરીવર ગીરનારની ગોદમાં સ્થિત ભવનાથ તળેટીમાં ગીરનારના ડોળીવાળા ભાઈઓ હવે દુકાનદાર બન્યા છે. રૂ.10 થી 12 લાખ કિંમતની પ્રત્યેક દુકાન 104 ડોળીવાળાઓને આપવામાં આવી

    ગિરનાર (girnar) પર રોપ-વેનું (RopeWay) નિર્માણ થતાં ડોળીવાળા (Doliwala) ભાઈઓ બેરોજગાર (Unemployment) બન્યા હતા. ગિરનારની યાત્રા કરવા માટે પગપાળા સીડી ચડીને યાત્રા કરવા સમર્થ ન હોય, તેવા યાત્રિકોને ડોળીમાં બેસાડી ગિરનારની યાત્રા કરાવતા, પરંતુ રોપ-વે ની શરૂઆત થતાં તેઓની આ રોજી છીનવાઇ ગઈ માટે તેમના પુનર્વસન અંતર્ગત આ દુકાનોની ફાળવણી કરવામાં આવી છે.

    જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે તેમના માટે ડ્રો નું આયોજન કરવામાં આવ્યું હતું. આસીસ્ટન્ટ કલેક્ટર અંકીત પન્નુ, જૂનાગઢ સીટી મામલતદાર સમિતીના સભ્યો અને ડોળીવાળાના પરિવારજનોની ઉપસ્થિતિમાં 104 ડોળીવાળા ભાઈઓને રૂ.10 થી 12 લાખ કિંમતની પ્રત્યેક દુકાનની ફાળવણી વિનામૂલ્યે કરવામાં આવી હતી.

    જે વિશે વિસ્તૃત વાત કરતાં ડોળી એસોસિએશનના પ્રમુખ રમેશભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગીરનાર રોપવે ની શરૂઆત થતાં અનેક ડોળીવાળા ભાઈઓ બેરોજગાર બન્યા હતા. જૂનાગઢનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય એમાં અમે પણ રાજીપો વ્યક્ત કરતાં બેરોજગાર બનેલા ડોળીવાળા ભાઈઓને પણ રોજગાર મળે તે માટે સરકારને વિનંતી કરવામાં આવી હતી, જે બાદ સરકાર દ્વારા બેરોજગાર થયેલ ડોળીવાળા ભાઈઓને રોજગારી મળી રહે તે માટે ભવનાથ ખાતેના ગ્રાઉન્ડમાં દુકાનો બનાવી આપવામાં આવી છે, તેનો ડ્રો કરીને દુકાનોની ફાળવણી કરવામાં આવી છે.

    આ ડ્રો વિશે વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા નિર્માણ કરાયેલ આ દુકાનોની ફાળવણીમાં ડોળીવાળા અને દુકાન નંબર એમ બે પ્રકારની ચીઠ્ઠી બનાવવામાં આવી હતી. ડોળીવાળાઓની સંમતીથી આ ચીઠ્ઠીઓ નાની દિકરી દ્વારા ઉપાડી જેનું નામ આવે તે ડોળીવાળા દુકાનની ચીઠ્ઠી ઉપાડતા, અર્થાત જેમના ભાગ્યમાં જે દુકાન આવે તે દુકાન મળતા ડોળીવાળા દુકાનદાર બની આનંદ સાથે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

    ભવનાથની કિંમતી અને મોકાની જમીનમાં નિર્માણ કરાયેલ આ દુકાનના બાંધકામમાં પ્રવાસન નિગમ દ્વારા રૂ.1.89 કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. દુકાનો મળતા ડોળીવાળા ભાઈઓએ રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. શ્રી રમેશભાઇ બાવળીયાએ કહ્યું કે, હવે અમે આગામી તા.15મી ઓગષ્ટ બાદ બધા મળીને 15-15 ના સમુહ મુજબ દુકાન બનાવીશું. સૌના સહકારથી ખાણીપીણી, રમકડા, પ્રવાસનને લગત તેમજ ગીરનારનું મહાત્મય વધે તેવી વસ્તુઓનું વેંચાણ કરી રોજગારી મેળવીશું.

    આ તકે રમેશભાઈ બાવળિયાએ હર્ષની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે, જ્યારે 15મી ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે જૂનાગઢ પધારતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા, સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહિત જૂનાગઢ વહીવટી તંત્રના મેયર, કમિશનર સહિતના અધિકારીઓનું વાજતે-ગાજતે સરઘસ કરીને દુકાનનો કબજો સંભાળતા સમયે તેમનું વિશેષ સન્માન કરવાની માંગ કરી છે.
    First published:

    Tags: Girnar Doli Wala, Junagadh news, Ropeway, ગુજરાતી ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन