જૂનાગઢ: RTI કેસમાં કોર્ટે કરેલો દંડ માહિતી આયોગે રદ કર્યો, કહ્યું-માહિતી મફત આપો

News18 Gujarati
Updated: August 31, 2018, 2:33 PM IST
જૂનાગઢ: RTI કેસમાં કોર્ટે કરેલો દંડ માહિતી આયોગે રદ કર્યો, કહ્યું-માહિતી મફત આપો
ભગ્નેશ જાની

જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા માહિતી અધિકારનાં કાયદા(2005) હેઠળ માહિતી માંગનાર અરજદાર (ભગ્નેશ જાની, રહે. જૂનાગઢ)ને માહિતી નહોતી આપી અને ઉપરજતા, અરજદારને દંડ કર્યો હતો. આ કિસ્સામાં ગુજરાત માહિતી આયોગે મહત્વનો ચુકાદો આપ્યો છે.

  • Share this:
વિજયસિંહ પરમાર

જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા માહિતી અધિકારનાં કાયદા(2005) હેઠળ માહિતી માંગનાર અરજદાર (ભગ્નેશ જાની, રહે. જૂનાગઢ)ને માહિતી ન આપી અને ઉપરજતા, અરજદારને દંડ કરવાના કિસ્સામાં ગુજરાત માહિતી આયોગે મહત્વનો ચુકાદો આપ્યો છે.

અરજદાર ભગ્નેશ જાનીએ જૂનાગઢ કોર્ટના અપીલ અધિકારીનાં આદેશ પ્રમાણે દંડ તો ભરી દીધો પણ ન્યાયની લડત ચાલુ રાખી અને ગુજરાત માહિતી આયોગમાં અપીલ દાખલ કરી હતી. ન્યાયની લડતમાં તેમની જીત થઇ.

ગુજરાત માહિતી આયોગે જુલાઇ મહિનામાં આ કેસનો ચુકાદો આપ્યો અને જૂનાગઢ કોર્ટેના અપીલ અધિકારીને આ દંડની રકમ અરજદારને પરત આપવા માટે નિર્દેશ કર્યો. ઉપરાંત, અરજદારે માંગેલી માહિતી મફતમાં આપવાનો પણ આદેશ કર્યો.

આ કેસની વિગત એવી છે કે, જૂનાગઢ કોર્ટમાંથી જુનિયર ક્લાર્ક તરીકે નિવૃત થયેલા ભગ્નેશ જાનીએ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગતી એક અરજી માર્ચ, 2016માં કરી હતી. જૂનાગઢ કોર્ટના જાહેર માહિતી અધિકારીએ ‘માંગવામાં આવેલી માહિતી, માહિતી અધિકારના કાયદા (2005)ની જોગવાઇઓ મુજબ, જાહેર કરવામાંથી મુક્તિને પાત્ર(Exempted) છે એટલે માંગેલી માહિતી આપી ન શકાય.

ભગ્નેશ જાનીએ આ પછી પ્રથમ અપીલ દાખલ કરી અને દલીલ કરી કે, આ માહિતી રેકર્ડ સ્વરૂપે ઉપલબ્ધ હોય છે અને માંગેલી વિગતો માહિતી અધિકારના કાયદાની જોગવાઇઓ મુજબ જાહેર કરવાને પાત્ર છે.અપીલ અધિકારીએ(એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્શ જજ) પણ આ માહિતી આપવાનો ઇન્કાર કર્યો અને નોંધ્યુ કે, અરજદાર માહિતી અધિકારનાં કાયદાનો દૂરઉપોગ કરી રહ્યા છે અને અપીલ અધિકારીએ અરજદારને રૂ 1000નો દંડ કર્યો.

આ કેસમાં અપિલ અધિકારીએ એવું નોંધ્યુ કે, “ અરજદાર ભગ્નેશ જાની કોર્ટના રિટાયર્ડ જુનિયર ક્લાર્ક છે અને તેઓએ કોર્ટના જુદા જુદા કર્મચારીઓની માહિતી માંગી છે. જે માહિતી મળવા પાત્ર હતી તે માહિતી તેમને આપી દીધી છે અને અરજદારે જૂનાગઢ કોર્ટમાં કામ કરતા અન્ય કર્મચારીઓની માહિતી માંગેલી છે. એટલુ જ નહિં પણ સવાલના રૂપમાં માહિતી માંગેલી છે અને અરજદાર પોતે તપાસનીશ અધિકારી હોય અને આ કચેરી કે કોર્ટ ગુનેગાર હોય અને કચેરીની ઝીણવટભરી ઉલટતપાસ કરતા હોય તે પ્રકારની માહિતી માંગી છે. સૌ પ્રથમ તો માહિતી માંગનારનો હેતુ શુદ્ધ હોવો જરૂરી છે અને જે માહિતી માંગવામાં આવે તે તેમને લાગુ પડતી હોવી જરૂરી છે. ગમે તે સ્વરૂપની માહિતી માંગી પણ શકાય નહીં અને આપી પણ શકાય નહીં.”

જૂનાગઢ કોર્ટના અપીલ અધિકારીના આ ચુકાદાથી નારાજ થઇ ભગ્નેશ જાનીએ ગુજરાત માહિતી આયોગમાં અપીલ દાખલ કરી. ગુજરાત માહિતી આયોગે જુલાઇ 30 (2018)ના રોજ આ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો.

ગુજરાત માહિતી આયોગે નોંઘ્યુ કે, “જૂનાગઢ કોર્ટના જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારીનું વલણ વ્યાજબી નથી. અપીલ અધિકારી (એડીશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ) દ્વારા અરજદાર પાસેથી કોપી માટેની રૂ 74ફી અને રૂ 1000નો કરવામાં આવેલો દંડ માન્ય રાખી શકાય નહીં. આ પગલુ માહિતી અધિકારના કાયદા(2005ની જોગવાઇઓની વિરુદ્ધનું છે.”

ગુજરાત માહિતી આયોગે અપીલ અધિકારીને નિર્દેશ આપ્યો કે, “અરજદાર પાસેથી લેવામાં આવેલી રૂ 74 કોપી ફી અને દંડ સ્વરૂપે લેવામાં આવેલી રૂ 1000ની રકમ ભગ્નેશ જાનીને પંદર દિવસમાં પાછી આપવી અને આ અંગે માહિતી આયોગને જાણ કરવી.”

ગુજરાત માહિતી આયાગે વધુમાં નોંધ્યું કે, “માહિતી અધિકારના કાયદામાં અને રાજ્ય સરકાર અથવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા બનાવવામાં આવેલા નિયમોમાં ક્યાંય એવી જોગવાઇ નથી કે, પ્રથમ અપીલ અધકારી માહિતી માંગનાર વ્યકિતને દંડ કરી શકે. આ સિવાય, પ્રથમ અપીલના ઓર્ડરની નકલની ફી લેવાની પણ કોઇ જોગવાઇ નથી.”

ગુજરાત માહિતી આયોગે જાહેર માહિતી અધિકારી, જૂનાગઢ કોર્ટ)ને નિર્દેશ કર્યો કે, અરજદાર (ભગ્નેશ જાની) દ્વારા માંગવામાં આવેલી રેકર્ડમાં ઉપલબ્ધ હોય અને માહિતી અધિકારના કાયદાની જોગવાઇઓમાં જે માહિતી જાહેર કરી શકાય તેમ હોય, તે માહિતી આ આદેશ થયાના 20 દિવસમાં અરજદારને મફતમાં આપવી.”

Vijaysinh.parmar@nw18.com
First published: August 31, 2018, 2:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading