Home /News /kutchh-saurastra /

જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ: પરશુરામજીની પ્રતિમા અને ધોવાયેલા રસ્તા વિશે થઈ આ મહત્વની ચર્ચા!

જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ: પરશુરામજીની પ્રતિમા અને ધોવાયેલા રસ્તા વિશે થઈ આ મહત્વની ચર્ચા!

JMC

JMC General Board

જૂનાગઢના નરસિંહ સરોવરને જામનગર અને અમદાવાદના તળાવની માફક વિકસાવવામાં આવશે

    જુનાગઢ : આજરોજ તા.16મી સપ્ટેમ્બરના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું, જેમાં જૂનાગઢ શહેરના અનેક પ્રશ્નો અને મુદ્દાઓ વિષે ગહન ચર્ચા વિચારણા કર્યા બાદ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યાં. જેના કેટલાંક મહત્વના મુદ્દાઓ વિશે માહિતી મેળવીએ તો...

    પરશુરામ ભગવાનની પ્રતિમાને લઈને નિર્ણય થયો

    સોનાપુર પાસે સ્થાપિત કરવામાં આવેલ ભગવાન પરશુરામની પ્રતિમા હટાવવા અંગે અગાઉ મનપા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જે પછી બ્રહ્મ સમાજ દ્વારા આંદોલન કાર્યક્રમો થયાં, ત્યારે તેને ધ્યાને લઈને મનપા દ્વારા પરશુરામ ભગવાનની સ્થાપિત થયેલ પ્રતિમાને ન હટાવવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, મનપાના આ નિર્ણયને સમગ્ર મનપા તંત્રની બહુમતી મળી છે, જે બદલ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મનપાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

    વરસાદને કારણે ધોવાઈ ગયેલાં રસ્તાઓનો પ્રશ્ન

    ગત દિવસોમાં જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ પડવાને કારણે તાજેતરમાં જ બનાવવામાં આવેલ અનેક મુખ્ય રસ્તાઓ તથા પેટા રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. જે વિરુદ્ધ કોર્પોરેટરએ અવાજ ઉઠાવતાં મનપાએ વળતા જવાબમાં કહ્યું કે, હજુ રસ્તામાં બે લેયર જ લગાવવામાં આવી છે, અન્ય બે લેયરનું કામ બાકી છે. જૂનાગઢના રસ્તાઓ માટે કુલ ₹22 કરોડ મંજુર કરવામાં આવ્યા હતા, જેમાંથી હાલમાં ₹7 કરોડનું જ કામ થયું છે, બાકીનું કામ ચોમાસું પૂરું થતા જ હાથ ધરવામાં આવશે અને રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે.

    નરસિંહ સરોવરના બ્યુટીફીકેશન અને રેલવે ઓવરબ્રિજનો મુદ્દો

    ગત શુક્રવારે મુખ્યમંત્રી સાથે મળેલી બેઠકમાં મનપાના પદાધિકારીઓએ ચર્ચા કરીને નરસિંહ સરોવરના બ્યુટીફીકેશન અને રેલવે ઓવરબ્રિજના મુદ્દા વિશે ચર્ચા કરી, જે બાબતે જણાવતા મનપા કમિશનરએ કહ્યું કે, રેલવે ઓવરબ્રિજ માટેના તમામ ટેન્ડર ડોક્યુમેન્ટ એકદમ તૈયાર છે, આ કામ માટે રેલવે પાસેથી જમીનની એનઓસી મંજુર થયાં બાદ તરત જ આ કામ હાથ ધરવામાં આવશે અને જૂનાગઢને ફોરલેન ઓવરબ્રિજ વહેલી તકે મળી શકશે.

    આ ઉપરાંત નરસિંહ સરોવરના બ્યુટીફીકેશન કામગીરી અંગે જણાવતા મેયરએ કહ્યું કે, ₹62 કરોડના એસ્ટીમેન્ટ મુજબ તેને મંજુર કરી દેવામાં આવ્યા છે, પહેલા ₹30 કરોડનું એસ્ટીમેન્ટ હતું, જે વધીને ₹62 કરોડનું થયું છે. રિંગરોડ સાથેનું બ્યુટીફીકેશન કરીને જૂનાગઢના નરસિંહ સરોવરને જામનગર અને અમદાવાદના તળાવની માફક વિકસાવવામાં આવશે, તેવું જણાવ્યું હતું.

    આ ઉપરાંત ફાયર ઓફિસરની લાયકાતમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી, જોશીપરાના દુકાનદારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી, જે માટેની કવાયત ટૂંક સમયમાં હાથ ધરાશે એવી મનપા દ્વારા ખાતરી આપવામાં આવી.
    Published by:kiran mehta
    First published:

    Tags: JMC, Junagadh news, Municipality

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन