Home /News /kutchh-saurastra /

Junagadh: બહાઉદ્દીન કોલેજ ખાતે ગીતા જયંતિની ઉજવણી થઈ, પ્રિન્સિપાલએ વર્ણવ્યું આ દિવસનું મહત્વ

Junagadh: બહાઉદ્દીન કોલેજ ખાતે ગીતા જયંતિની ઉજવણી થઈ, પ્રિન્સિપાલએ વર્ણવ્યું આ દિવસનું મહત્વ

Bahauddin

Bahauddin College Gita Jayanti

જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી, અનેક વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોએ ઉજવણીમાં ભાગ લીધો...

    Junagadh News: આજે તા.14મી ડિસેમ્બરના રોજ મહા મહિનાની એકાદશી નિમિત્તે સમગ્ર વિશ્વમાં ગીતા જયંતીની (Gita Jayanti Celebration) ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ (Bahauddin College) ખાતે ગીતા જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. જેમાં અનેક વિદ્યાર્થીઓ (Students) સાથે કોલેજના આધ્યાપકો સહિત પ્રિન્સિપાલ સહભાગી થયાં. આ પ્રસંગે બહાઉદ્દીન આર્ટ્સ કોલજના પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અંગેનું મહત્વ (importance of gita) વર્ણવાયું હતું.

    ગીતા જયંતીના શુભ દિવસનો મહિમા વર્ણવતા જૂનાગઢ બહાઉદ્દીન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પી.વી.બારસિયા સાહેબે જણાવ્યું કે, શ્રીમદ્દ ભગવદ્દ ગીતા મહા મહિનાની એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી જ્ઞાનગંગા રૂપે વહેલી છે. સમગ્ર માનવજાતના પ્રતિનિધિ તરીકે રહેલાં અર્જુન જ્યારે જીવનની અનેક સમસ્યાઓ પ્રભુ સમક્ષ વર્ણવે છે, ત્યારે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ તેના સારથી અને માર્ગદર્શક બનીને અર્જુનને યોગ્ય માર્ગ બતાવવા માટે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા સંભળાવે છે, એ દિવસ એટલે આજનો દિવસ; જેને આખું વિશ્વ ગીતા જયંતિ તરીકે ઉજવે છે.

    આ તકે તેઓએ ઉમેર્યું કે, બહાઉદ્દીન કોલેજના ફિલોસોફી અને સંસ્કૃત વિભાગના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકોએ આજે સાથે મળીને ગીતા જયંતીની ઉજવણી કરી છે. ગીતા જયંતીની ઉજવણી પ્રસંગે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અંગેના મહત્વનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું.

    શ્રીમદ્દ ભગવદ્દ ગીતા ભૂતકાળથી પ્રાસંગિક ગ્રંથની ગરજ સારતો આવ્યો છે અને હંમેશા તેનું મહત્વ આમનું આમ જળવાય રહેશે. આજે સમગ્ર વિશ્વ જ્યારે સમસ્યાઓથી ઘેરાયેલું છે, ત્યારે તે પ્રત્યેક સમસ્યાઓનો ઉત્તર માત્ર શ્રીમદ્દ ભગવદ્દ ગીતાજી જ આપી શકે. ગીતાજી વિશ્વનો ધર્મગ્રંથ થઈ શકે, જેમાં ક્યાંય હિન્દૂ શબ્દનો ઉલ્લેખ નથી. તેથી આ ગ્રંથ સમગ્ર માનવજાતનો ગ્રંથ છે, તેવું બહાઉદ્દીન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh crime, જૂનાગઢ

    આગામી સમાચાર