Home /News /kutchh-saurastra /

જૂનાગઢ : ડિસ્કો-દાંડિયાના ટ્રેન્ડની વચ્ચે બેઠાં ગરબાની સંસ્કૃતિ કાયમ, જાણો શું છે વિશેષતા

જૂનાગઢ : ડિસ્કો-દાંડિયાના ટ્રેન્ડની વચ્ચે બેઠાં ગરબાની સંસ્કૃતિ કાયમ, જાણો શું છે વિશેષતા

Betha

Betha Garba Junagadh

junagadh : જૂનાગઢમાં બેઠાં ગરબા હરિફાઈનું સફળ આયોજન થયું, જેમાં મનોદિવ્યાંગો અને મહિલાઓએ પ્રાચીન અને અર્વાચીન ગરબાની પ્રસ્તુતિ કરી

  Junagadh News : નવરાત્રીમાં થતા ડિસ્કો-દાંડિયાના (Navratri Disco Dandiya) ટ્રેન્ડની વચ્ચે જૂનાગઢમાં આજે પણ બેઠાં ગરબા (Junagadh Betha Garbo) સચવાયેલા રહ્યાં છે, ત્યારે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા બેઠાં ગરબાની પ્રાચીન સંસ્કૃતિ એમની એમ જળવાય રહે એ માટે જગદંબાના નવલા નોરતાને વધાવવા ઓપન જૂનાગઢ બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું.

  જૂનાગઢના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ જ્ઞાતિની વાડી ખાતે ગત તા.29મી સપ્ટેમ્બરના રોજ બેઠાં ગરબા હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢની અનેક મહિલાઓએ પોતાના ગ્રુપ સાથે ભાગ આ હરીફાઈમાં ભાગ લીધો હતો. આ હરીફાઈમાં મહિલાઓએ પ્રાચીન અને અર્વાચીન ગરબાઓને સંગીતમય શૈલીમાં રજૂ કર્યા હતા.

  જૂનાગઢ ખાતે યોજાયેલ બેઠા ગરબાની હરીફાઈમાં કુલ 20 જેટલા ગ્રુપએ ભાગ લીધો હતો, જેમાં જૂનાગઢમાં મનોવિકલાંગ વ્યક્તિના ઉત્થાન માટે કાર્ય કરતી આશાદીપ ચેરી. ફાઉન્ડેશનના મનોવિકલાંગોએ પણ ગ્રુપમાં ભાગ લઈને બેઠાં ગરબાની રજુઆત કરી હતી. મનોવિકલાંગોને તાલબદ્ધ રીતે ગરબા ગાતા જોઈ સૌ મંત્રમુગ્ધ થયાં હતાં. બેઠા ગરબાની હરીફાઈમાં વિજેતા થયેલ 5 ગ્રૂપને વિશિષ્ટ ઇનામો જ્યારે અન્ય ભાગ લીધેલ તમામ ગ્રૂપને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા. બેઠા ગરબાની હરિફાઈના સફળ આયોજન પાછળ રૂપલબેન લખલાણી, વીણાબેન જોશી, કુમુદબેન ઠાકર સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
  First published:

  Tags: જૂનાગઢ, જૂનાગઢના સમાચાર, નવરાત્રિ

  આગામી સમાચાર