Home /News /kutchh-saurastra /

Gandhi Jayanti Special: ચરખો ચલાવી જૂનાગઢની મહિલાઓ કરે છે મોટી કમાણી

Gandhi Jayanti Special: ચરખો ચલાવી જૂનાગઢની મહિલાઓ કરે છે મોટી કમાણી

Gramodhyog

Gramodhyog Mandir Junagadh

Gandhi Jayanti Special: મહાત્મા ગાંધીજીની એ પ્રેરણાથી આજે અનેક જગ્યાએ અનેક મહિલાઓ પગભર થવા માટે ચરખો ચલાવીને રોજગારી મેળવી રહી છે.

    જૂનાગઢ: જ્યારે આપણાં કાને 'ચરખો' શબ્દ સંભળાય, એટલે સૌપ્રથમ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી (Mahatma Gandhi)નું ચિત્ર આપણી નજર સામે આવી જાય! જે સ્વાભાવિક અર્પણ છે કેમ કે ગામડાઓને સમૃદ્ધ અને મહિલાઓને પગભર કરવા માટે ગાંધીજીએ દેશને ચરખાની ભેટ આપી હતી. મહિલાઓ ઘરકામ કરવા સાથે સૂતરની આંટી બનાવીને રોજગારી મેળવી શકે, તે માટે ગાંધીજીએ પોતે ચરખો ચલાવી અનેક મહિલાઓને પગભર બનવા પ્રેરણા આપી હતી.

    મહાત્મા ગાંધીજીની એ પ્રેરણાથી આજે અનેક જગ્યાએ અનેક મહિલાઓ પગભર થવા માટે ચરખો (Charkho) ચલાવીને રોજગારી મેળવી રહી છે. એવી જ એક જગ્યા એટલે જૂનાગઢનું ગ્રામદ્યોગ મંદિર. જ્યાં 20 જેટલી બહેનો ખાદી વણાંટનું કામ કરીને મહિને હજારોની કમાણી કરી લે છે.

    સંસ્થામાં બનાવવામાં આવતી ખાદી અલગ અલગ ભવન ભંડારોમાં વેચાણ અર્થે આપવામાં આવે છે. આ ખાદી માત્ર ભવન અને ભંડારોમાં જ મળી શકે છે. બજારમાં આવેલ દુકાનો કે શોરૂમમાં આ ખાદી નથી મળથી. અહીં ગ્રામોદ્યોગ મંદિરમાં ખાદી ઉપરાંત પોલી વસ્ત્ર, ન્હાવા-ધોવાના ઓઈલી સાબુ, સ્ટીલ વુડનનું ફર્નિચર બનાવવામાં આવે છે. અહીં એક મહિલા એક દિવસમાં સરેરાશ 8થી 10 મીટર કાપડ બનાવી શકે છે. ગ્રામદ્યોગની બહેનો સવારે 8 થી 12 અને 1.30 થી 5.30 સુધી મહિલાઓ અહીં કામ કરે છે.

    ગાંધીજીએ ખાદીનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે, દેશના તમામ નાગરિકો જો એક જોડી ખાદીની ફરજીયાત પહેરે તો અનેક મહિલાઓને એમાંથી રોજગારી મળી શકે! જ્યારે ખાદી પહેરનાર વ્યક્તિને ઠંડી અને ગરમીની ઋતુમાં પૂરતું રક્ષણ પણ મળી રહે છે. ત્યારે મહિલાઓને પગભર કરવા શરૂ કરવામાં આવેલી એ નીમ આજે પણ અવિરત ચાલુ છે. જૂનાગઢમાં ચાલતા ગ્રામધોગ મંદિરની મહિલાઓ મહિને ₹3500 થી ₹4000 રોજગારી મેળવી શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Gandhi Jayanti, Woman, જૂનાગઢ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन