Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: મહિલા ફોરેસ્ટરે સિંહ સાથે સેલ્ફી લઇ ફોટો ફેસબુક પર મુક્યો, થયો વિવાદ

જૂનાગઢ: મહિલા ફોરેસ્ટરે સિંહ સાથે સેલ્ફી લઇ ફોટો ફેસબુક પર મુક્યો, થયો વિવાદ

મહિલા ફોરેસ્ટર રસીલાબેન વાઢેરે પોતાના એફબી પર સિહ સાથે નો ફોટો મુકતા નવો વિવાદ ઉભો થયો

હવે ફોરેસ્ટર રસીલાબેન ઉપર વનવિભાગ દ્વારા શું કાર્યવાહી થાય તેના પર સિંહ પ્રેમીઓની નજર

    સાસણ નોર્મલ રેન્જ ના અમૃતવેલ રાઉન્ડના મહિલા ફોરેસ્ટર રસીલાબેન વાઢેરે પોતાના એફબી પર સિહ સાથે નો ફોટો મુકતા નવો વિવાદ ઉભો થયો છે. રસીલાબેન ગીરમાં અનેક પડકારજનક રેસ્ક્યુ માટે જાણીતા છે. ગીરમાં શ્રેષ્ઠ કામગીરી બદલ મુખ્યમંત્રીના હાથે એવોર્ડ પણ મેળવ્યો છે. એક તરફ આવા કામો છે ત્યારે તેમનો સિંહ સાથે સેલ્ફીનો ફોટો બહાર આવતા વિવાદ થયો છે.

    તેમણે સિંહ સાથે ફેસબુક પર ફોટો અપલોડ કરતા સવાલ થઈ રહ્યા છે કે વન વિભાગના જાણકાર માણસો આવી રીતે કાયદાનો ભંગ કેવી રીતે કરી શકે. હવે ફોરેસ્ટર રસીલાબેન ઉપર વનવિભાગ દ્વારા શું કાર્યવાહી થાય તેના પર સિંહ પ્રેમીઓની નજર છે.

    ગીરના જંગલોમાં સિંહ સાથે ફોટો પડાવ્યા હોય તેવો આ પ્રથમ બનાવ નથી. આ પહેલા મોરારીબાપુ, રવીન્દ્ર જાડેજા, વિરોધ પક્ષ ના નેતા પરેશ ધાનાણી, સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના લોકો સિંહ સાથે સેલ્ફી લઇ વિવાદ માં આવ્યા હતા. હવે મહિલા ફોરેસ્ટરે સિંહ સાથે સેલ્ફી લઇ ફોટો ફેસબુક પર મુકતા ફરી વિવાદ થયો છે.

    ઉલ્લેખનીય છે કે મહિલા ફોરેસ્ટર રસીલાબેન વાઢેરે અત્યાર સુધીમાં સિંહ, દીપડા સહિત 850 થી વધુ વન્ય જીવોનાં દિલધડક રેસ્કયુ કરી, તેઓને સારવાર આપી ચૂક્યા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Forest officer, Gir, સિંહ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन