જૂનાગઢમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઇ, અલગ બ્રાન્ડમાં એક જ દારૂ

News18 Gujarati
Updated: October 1, 2018, 3:27 PM IST
જૂનાગઢમાં નકલી વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઇ, અલગ બ્રાન્ડમાં એક જ દારૂ
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં છારવારે માટી માત્રામાં દારૂ પકડાય છે. જોકે, જૂનાગઢમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઇ છે.

  • Share this:
ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ ગુજરાતમાં છારવારે માટી માત્રામાં દારૂ પકડાય છે. જોકે, જૂનાગઢમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઇ છે. નવાઇની બાબત એ છે કે, અલગ અલગ બ્રાન્ડની બોટલો હોય પરંતુ એમાં દારૂ તો એક જ ભરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે જૂનાગઢના કડિયાવાડની શેરીમાં દારૂ બનાવતી ફેક્ટરી ચાતી હોવાની બાતમી મળી હતી. જોકે, બાતમીના આધારે દરોડા પાડતા ફેક્ટરીમાંથી લૂઝ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

લૂઝ દારૂમાં ડિસ્ટિલ્ડ વોટર ભેળવવામાં આવતું હતું

પોલસીના જણાવ્યા પ્રમાણે આ લૂઝ દારૂમાં ડિસ્ટિલ્ડ વોટર ભેળવવામાં આવતું હતું અને લોકો જે બ્રાંડનો દારૂ માગે તે બ્રાંડના સ્ટીકર બોટલ પર લગાવીને દારૂ ભરીને પધરાવી દેવામા આવતો હતો. આમ દારૂની બોટલ પર સ્ટીકર અલગ અલગ બ્રાંડનાં લગાવવામાં આવતા હતા પરંતુ બોટલમાં દારૂ એક સરખો જ ભરવામા આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ બનાવતો હતો ફેક્ટરીમાં

સુત્રોના જણાવ્યા પ્રમાણે બુટલેગરોને જાણ પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ દારૂનું વેચાણ કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢમાંથી નકલી ભારતીય બનાવટનાં ઈંગ્લીશ દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. રેન્જ આઈજી અને પોલીસવડાની કડક સૂચના બાદ એસઓજીએ કડીયાવાડમાંથી નકલી ઈંગ્લીશ બનાવવાની ફેક્ટરી સાથે એક શખ્સને દબોચી લીધો છે.

કેવી રીતે પકડાઈ દારૂ બનાવતી ફેક્ટરીજૂનાગઢ રેન્જ આઈ.જી ડૉ. સુભાષ ત્રિવેદી તથા જિલ્લા પોલીસવડા સૌરભસિંઘે દારૂની પ્રવૃત્તિને ડામવા આપેલી સૂચના બાદ એસઓજી પોલીસ એક્શનમાં આવી હતી. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે શહેરના કડીયાવાડની ડબગર શેરીમાં ઘણા સમયથી બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું છે. જેથી એસઓજીએ એ ડિવિઝન પોલીસને સાથે રાખી કડીયાવાડની ડબગર શેરીમાં રહેતા સન્ની સોંદરવાનાં ઘરે રેડ પાડી હતી. જ્યાં સન્ની સોંદરવાના ઘરમાંથી ઈંગ્લીશ દારૂની રોયલ સ્ટેગ બ્રાંડની 838 નંગ નકલી દારૂની બોટલ મળી આવી હતી.

કેટલો મુદ્દામાલ ઝડપાયો?

ઝડપાયેલા દારૂની કુલ બજાર કિંમત રૂ.3,35,200 થવા પામે છે. સાથે જ રૂ. 53,000ની કિંમતનો 100 લિટર લૂઝ દારૂ પણ ઝડપી પાડ્યો છે. દારૂની ફેક્ટરીમાંથી દારૂ ભરવાની કાચની બોટલ, પુઠાના બોક્સ, ઠાકણાઓ, બોટલ સીલ કરવાનું મશીન, રોયલ સ્ટેગ કંપનીના બોટલમાં લગાવવાના સ્ટીકર તથા સાધનો મળી કુલ રૂ, 4,21,200નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. નકલી દારૂની ફેક્ટરી ચલાવનાર સન્ની સોંદરવાને પોલીસે ઝડપી પાડી તેની સામે ગુનો નોંધ્યો છે. આ અંગેની આગળની તપાસ એ ડિવિઝન પોલીસ કરી રહી છે.
First published: October 1, 2018, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading