જૂનાગઢ : અન્ય સાથે લગ્ન કરનાર પરિણીતા, ત્રણ સંતાનોની માતાની પૂર્વ પ્રેમીએ ચપ્પુના ઘા ઝીંકીને કરી હત્યા

News18 Gujarati
Updated: June 30, 2020, 11:21 AM IST
જૂનાગઢ : અન્ય સાથે લગ્ન કરનાર પરિણીતા, ત્રણ સંતાનોની માતાની પૂર્વ પ્રેમીએ ચપ્પુના ઘા ઝીંકીને કરી હત્યા
હત્યારો પ્રેમી અને મૃતક પ્રિણીતા

મહિલાની સરાજાહેર તેના જ પ્રેમીએ છરીના આડેધડ 10 જેટલા ઘા ઝીંકીને હત્યા કરી નાંખી છે.

  • Share this:
જૂનાગઢ : શહેરમાં પ્રેમીએ જ તેની પરિણીત પ્રેમિકાની જાહેરમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઇ છે. જૂનાગઢમાં દોલતપરા જીઆઇડીસી વિસ્તારમાં શાકભાજીની દુકાને ખરીદી કરી રહેલ એક મહિલાની સરાજાહેર તેના જ પ્રેમીએ છરીના આડેધડ 10 જેટલા ઘા ઝીંકીને હત્યા કરી નાંખી છે.

જાહેરમાં કરી હત્યા

આ અંગે પોલીસે જણાવ્યા મુજબ, જૂનાગઢમાં દોલતપરામાં જીઆઇડીસી-2માં રહેતા આ અંગે પોલીસે જણાવ્યા મુજબ, જૂનાગઢમાં દોલતપરામાં જીઆઇડીસી-2માં રહેતા ભાવનાબેન સોનુ ગોસ્વામી નામની પરણિતા ગઇકાલે બપોર બાદ ઘર નજીક આવેલી દુકાને શાક લેવા ગઇ હતી. આ દરમિયાન તેનો પૂર્વ પ્રેમી સંજય પ્રવિણ ગોસ્વામી (રે. લાઠી) બાઇક પર આવ્યો હતો. પરિણીતાને જોઇને તેને પેટમાં, ગળામાં અને છાતીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.

હત્યા કરીને ત્યાં જ બેસી રહ્યો

આ આખા બનાવ સમયે દુકાનદાર બકુલભાઇ સંજયને પકડીને દૂર લઇ ગયા હતા પરંતુ તેમને પણ ધક્કો મારીને તે મહિલા પાસે જઇને તેની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ સંજય ત્યાં જ બેસી ગયો હતો. હત્યારાએ જાતે જ વેપારીને કહ્યું હતું કે, પોલીસને ફોન કરો. પોલીસ આવતા જ તેની પાસેથી છરી લઇને તેની અટકાયત કરી હતી. હત્યારા પ્રેમીએ દુકાનદારને જણાવ્યું હતું કે તે 6 મહિનાથી ભાવનાને શોધે છે.

આ પણ વાંચો- અમદાવાદનો ગજબ કિસ્સો : પ્રેમ લગ્ન બાદ સટોડીયા પતિએ પત્નીને ચોર કહીને ઘરમાંથી કાઢી મૂકીબંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો

સંજય અને ભાવના વચ્ચે છેલ્લા 6થી 7 વર્ષથી પ્રેમ સંબંધ હતો. સંજય લાઠીમાં હીરા ઘસવાનું કામ કરતો અને ભાવનાના પહેલા લગ્ન થઈ ગયા હતા. પહેલા લગ્નથી તેને પુત્ર જસ્મીન અને બે પુત્રીઓ મહેક અને તનીષા એમ 3 સંતાનો થયા હતા. પણ પ્રથમ પતિથી છૂટાછેડા લીધા બાદ તે બગસરામાં ત્રણેય સંતાનો સાથે રહેતી હતી.

આ પણ જુઓ- 

અન્ય સાથે પ્રેમ થતા તેની સાથે બીજા લગ્ન કર્યા હતા

ત્યારે તેને જૂનાગઢ જીઆઇડીસી-2 માં કામ કરતા મૂળ કાનપુરના સોનુ ગૌસ્વામી સાથે પ્રેમ થયો હતો. બંનેએ 9 માસ પહેલાં રજીસ્ટર્ડ મેરેજ કર્યા હતા. આ દરમ્યાન 7 વર્ષથી સંજય અને ભાવનાના પણ સંબંધ હતા. આથી સંજયને લાગી આવ્યું હતું.
First published: June 30, 2020, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading