જેતપુર : બેકાબૂ ઇકો કાર ખેતલાબાપા ટી સ્ટોલમાં ધસી આવી, અકસ્માતનો દિલધડક CCTV વીડિયો

જેતપુર : બેકાબૂ ઇકો કાર ખેતલાબાપા ટી સ્ટોલમાં ધસી આવી, અકસ્માતનો દિલધડક CCTV વીડિયો
વીડિયો ગ્રેબ

ચાની ચૂસકી માણી રહેલા લોકોને અડફેટે લીધા, જુઓ વીડિયોમાં કેવી રીતે દુકાનના શટર સુધી ઘૂસી ગઈ કાર

 • Share this:
  મુનાફ બકાલી, જેતપુર : જ્યારથી સીસીટીવી (CCTV) કેમેરાનો વ્યાપ વધ્યો છે ત્યારથી અનેક ઘટનાઓ લોકો સુધી પહોંચવાની સંખ્યા બમણાઈ ગઈ છે. અકસ્માત હોય કે પછી અન્ય ગુનાની ઘટનાઓ પોલીસ અને માધ્યમોને સટિક માહિતી સીટીવીના કારણે મળે છે. ગમખ્વાર અકસ્માતોના દૃશ્યો પમ સીસીટીવીમાં કેદ થઈ જાય છે. સીટીવીની બદોલત આવો જ એક અકસ્માતનો દિલધડક વીડિયો (Video) જેતપુરમાંથી સામે આવ્યો છે. ગઈકાલે સાંજે ખેતલાઆપા ટી સ્ટોલ પર ચાની ચૂસકી માણી રહેલા રસિકોની માથે એક ઇકો કાર કાળ બનીને ત્રાટકી હતી.

  બનાવની વિગત એવી એવી છે કે જેતપુરના સરદાર ચોકમાં ખેતલાબાપા ટી સ્ટોલ આવેલી છે. આ ટી સ્ટોલ રોડની નજીક છે જેમાં કૉમ્પલેક્ષના પાર્કિંગમાં લોકો ચાની મહેફિણો માણતા હોય છે. દરમિયાન ગઈકાલે સાંજે આ ઇકો કાર બેફામ બની અને ધડામ કરતી ઘૂસી આવી હતી.  આ પણ વાંચો :   રાજકોટ : 'મૃતદેહ જોયો તો પપ્પાની ખોપરી ફાટેલી હતી, મેં બેસ્ટ હૉસ્પિટલ પસંદ કરી હતી છતાં આવું થયું'

  ઇકો કારના આ બેકાબૂ અકસ્માતમાં ચાપાણી કરી રહેલા 2-3 લોકોને અડફેટે લીધા હતા. જોકે, નસીબની બલિહારી કોઈ પણ વ્યક્તિને સદનસીબે આ અકસ્માતમાં ઇજા પહોંચી નહોતી. આ અકસ્માતના પગલે બે યુવકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે, નજીકની દુકાનના સીસીટીવીમાં આ અકસ્માતનો દિલધડક લાઇવ વીડિયો કેદ થઈ ગયો હતો.  આ પણ વાંચો : અમદાવાદ : 43 વર્ષની મહિલાને યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો! પ્રેમીએ અંગત તસવીરો કરી વાઇરલ

  જો ઇકો કારની સ્પીડ વધારે હોત તો મોટી જાનહાનિ સર્જાઈ ગઈ હોત પરંતુ અકસ્માત સમયે કાર શહેરમાંથી પસાર થતી હોવાના કારણે મધ્યમ સ્પીડમાં હતી. જોકે, તેમાં પણ ઇજા પહોંચી શકી હોત પરંતુ રામ રાખે તેને કોણ ચાખે એ ઉક્તિ અહીંયા સાર્થક ઠરી હતી. બે યુવકો માંડ માંડ બચ્યા હતા. ઘટનાનો સીસીટીવી વીડિયો જેતપુરના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
  Published by:Jay Mishra
  First published:November 27, 2020, 15:44 pm

  ટૉપ ન્યૂઝ